News Continuous Bureau | Mumbai
બોલિવૂડના ઘણા સ્ટાર્સની બાળપણની તસવીરો(childhood photo) દરરોજ આવતી રહે છે આ તસવીરો દ્વારા ચાહકો તેમના સ્ટારનું બાળપણ જોઈ શકે છે અને લોકો તેમની તસવીરો જોઈને તેના પર ઉગ્ર કમેન્ટ પણ કરે છે. આવી સ્થિતિમાં ફરી એકવાર બોલિવૂડ સ્ટારના બાળપણની તસવીર જોરદાર વાયરલ (viral)થઈ રહી છે અને તમે પણ તેને જોઈને નહીં ઓળખી શકો કે તે સ્ટાર કોણ છે. આ તસવીર એક એવા અભિનેતા ની છે, જે આ દિવસોમાં ફિલ્મોથી લઈને વેબ સિરીઝ(web series) સુધી ધમાકો કરી રહ્યો છે અને લોકો તેના દિવાના થઈ રહ્યા છે.
આ ફોટો જોઈને તમે અંદાજો લગાવી શકો છો કે એક્ટરનો માસૂમ ચહેરો દરેકને કેટલો પસંદ આવે છે અને તે આજના યુગનો સૌથી મોટો એક્ટર છે. આ બાળક આજે બોલિવૂડનો(Bollywood) મોટો સ્ટાર છે, જેને વેબ સિરીઝ મિર્ઝાપુરથી ઘણી ઓળખ મળી છે.અને હાલમાં જ તેના લગ્ન થયા છે. આ ફોટો સોશિયલ મીડિયા(social media) પર જોરદાર વાયરલ થઈ રહ્યો છે અને લોકો તેને ઘણો પ્રેમ આપી રહ્યા છે. હા, આ નાનો સ્ટાર બીજું કોઈ નહીં પણ અલી ફઝલ(Ali Fazal) છે, અલી ફઝલના બાળપણની આ તસવીરને ખૂબ પસંદ કરવામાં આવી રહી છે.
આ સમાચાર પણ વાંચો: શાહરૂખ ખાન બર્થડે સ્પેશિયલ-બોલિવૂડનો કિંગ રિયલ લાઈફમાં પણ છે કિંગ-એક દિવસમાં કમાય છે કરોડો રૂપિયા-જાણો અભિનેતા ની નેટ વર્થ વિશે
અલી ફઝલે તેની માતા સાથે એક સુંદર ફોટો શેર કર્યો છે અને તેમાં તે તેની માતા સાથે બેઠો જોવા મળી રહ્યો છે. ફોટોમાં અલી ફઝલની માતા (Ali Fazal mother)નાસ્તાની મજા લેતા જોઈ શકાય છે. તેની બાજુમાં બેઠેલા અલી ખૂબ જ સુંદર રીતે હસતો દેખાઈ રહ્યા છે. યુઝર્સ આ ફોટો પર 'ક્યૂટ', 'લવલી', 'બ્યુટીફુલ' જેવી કોમેન્ટ કરી રહ્યા છે. અલી ફઝલે પોતે પોતાના ઈન્સ્ટાગ્રામ (Instagram)પર આ ફોટો શેર કર્યો છે. અલી ફઝલે વેબ સિરીઝ મિર્ઝાપુરમાં ગુડ્ડુ ભૈયાનું લોકપ્રિય પાત્ર ભજવ્યું હતું. હાલમાં જ તેણે બોલિવૂડ એક્ટ્રેસ રિચા ચઢ્ઢા(Richa chaddha) સાથે લગ્ન કર્યા છે. તમને જણાવી દઈએ કે અલી ફઝલની માતાએ બે વર્ષ પહેલા દુનિયાને અલવિદા કહી દીધું હતું.