ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 8 જુલાઈ ૨૦૨૧
ગુરુવાર
દિલીપકુમારે તેમનાથી ઘણાં નાનાં સાયરાબાનુ સાથે વર્ષ ૧૯૬૬માં લગ્ન કર્યાં હતાં. લગ્ન સમયે સાયરાબાનુ માત્ર વીસ વર્ષનાં હતાં, જ્યારે દિલીપકુમાર 44 વર્ષના હતા. બંનેની ઉંમર વચ્ચે લગભગ વીસ વર્ષનો તફાવત હોવા છતાં લગ્નનાં વર્ષો પછી પણ બંને વચ્ચે પ્રેમ એક સરખો જ હતો, પરંતુ તેઓ ક્યારેય માતા-પિતા બની શક્યાં નહીં. આવું કેમ થયું એનો ઉલ્લેખ દિલીપકુમારે પોતાની ઑટોબાયોગ્રાફી 'ધ સબસ્ટાન્સ ઍન્ડ ધ શેડો’માં કર્યો હતો. ઑટોબાયોગ્રાફીમાં દિલીપકુમારે કહ્યું હતું, વાસ્તવિકતા એ છે કે 1972માં સાયરા પ્રથમ વાર પ્રેગ્નન્ટ થઈ હતી, જે દીકરો હતો. પ્રેગ્નન્સીના 8મા મહિને સાયરાબાનુને બ્લડપ્રેશરની સમસ્યા થઈ. આ સમયે પૂર્ણ રૂપે વિકસિત થયેલા ભ્રૂણને બચાવવા સર્જરી કરવી શક્ય નહોતી અને શ્વાસ રૂંધાવાના કારણે બાળકનું મોત થયું હતું. આ ઘટના બાદ સાયરા ક્યારેય પ્રેગ્નન્ટ થઈ નહીં.
‘સાથ નિભાના સાથિયા’ની આ અભિનેત્રી થઈ હૉસ્પિટલમાં ઍડ્મિટ; જાણો કોણ છે તે અભિનેત્રી
દિલીપકુમાર તથા સાયરાબાનુ શાહરુખ ખાનને દીકરો માનતા હતા. એક ઇન્ટરવ્યૂમાં સાયરાબાનુએ શાહરુખ ખાન સાથે પોતાની પહેલી મુલાકાત અંગે વાત કરી હતી, ત્યારે તેઓ 'દિલ આશના હૈ'ના મુહૂર્ત માટે ગયાં હતાં. આ ફિલ્મમાં શાહરુખ ખાન હતો. દિલીપકુમાર તથા શાહરુખ ખાનની પહેલી મુલાકાત અંગે સાયરાએ કહ્યું હતું કે તેમને લાગે છે કે બંને અનેક રીતે એક જેવા છે. તે હંમેશાં કહેતા કે જો તેમને દીકરો હોત તો તે શાહરુખ ખાન જેવો જ દેખાતો હોત.