મિસ યુનિવર્સ ના મંચ પર હરનાઝ સંધુ ના ફિગર ને જોઈને લોકો ને લાગી નવાઈ, સોશિયલ મીડિયા પર થઈ રહી છે ટ્રોલ, વજન વધવાનું કારણ છે આ બીમારી

miss universe 2021 winner harnaaz sandhu trolled for weight gain

News Continuous Bureau | Mumbai

લગભગ 20 વર્ષ પછી ભારત ને મિસ યુનિવર્સ નો ખિતાબ જીતાડનાર કોસ્મોસ બ્યુટી હરનાઝ કૌર સંધુ ( miss universe 2021  winner harnaaz sandhu ) મિસ યુનિવર્સ 2022 ના ફિનાલેમાં જોવા મળી હતી. 71મી મિસ યુનિવર્સ સ્પર્ધા ના ગ્રાન્ડ ફિનાલેમાં આર બોની ગેબ્રિયલ મિસ યુનિવર્સ 2022 નો ખિતાબ જીત્યો, જ્યારે મિસ વેનેઝુએલાની અમાન્ડા ડુડામેલ ફર્સ્ટ રનર અપ જાહેર થઈ. આ દરમિયાન, મિસ યુનિવર્સ 2021 હરનાઝ સંધુ એ સ્ટેજ પર અંતિમ રેમ્પ વોક કર્યું, જેમાં તેણી પડતા પડતા રહી ગઈ, જોકે તેણીએ કોઈક રીતે પોતાની જાતને સંભાળી લીધી. આ દરમિયાન મિસ યુનિવર્સ સ્ટેજ પરથી હરનાઝ સંધુ નો વીડિયો પણ સામે આવ્યો હતો, જેના પછી તે ટ્રોલ ( trolled  ) થઈ રહી છે.

 આ કારણે થઇ રહી છે ટ્રોલ

વિશ્વ સુંદરી હરનાઝ સંધુને ટ્રોલ કરવાનું કારણ તેનું વધેલું વજન છે, જેના કારણે તે પહેલાથી જ નેટિઝન્સ ના નિશાના પર આવી ચુકી છે. ટ્રોલર્સે જોયું કે મિસ યુનિવર્સ 2021 ની તસવીરો જોઈએ તો હરનાઝ સંધુ ખૂબ જ સ્લિમ લાગી રહી છે, જ્યારે મિસ યુનિવર્સ 2022માં તેનું વજન વધી ગયું છે. ટ્રોલર્સ હવે હરનાઝ ની પાછળ પડી ગયા છે, તેણીને સોશિયલ મીડિયા પર બોડી શેમિંગનો સામનો કરવો પડી રહ્યો છે. ગયા વર્ષે પણ હરનાઝ ને તેના વધેલા વજન માટે ટ્રોલ થવું પડ્યું હતું, ત્યારબાદ તેણે પોતાની બીમારી નો ખુલાસો કરીને બધાને ચોંકાવી દીધા હતા.

આ સમાચાર પણ વાંચો:  મુંબઈ ના ટ્રાફિક થી પરેશાન સોનમ કપૂરે કર્યું આવું ટ્વિટ, ટ્રોલર્સ એ લગાવી દીધી અભિનેત્રી ની ક્લાસ અને કહ્યું , “પાપા કી પરી હો..”

હરનાઝ ને થઇ આ બીમારી

હરનાઝે જણાવ્યું કે તે સેલિયાક નામની બીમારીથી પીડિત છે. આ બીમારીને કારણે તે ઘઉંનો લોટ કે અન્ય ગ્લુટેન વસ્તુ ઓ ખાઈ શકતી નથી. હરનાઝે કહ્યું હતું કે તે એવા લોકોમાંથી એક છે જેને પાતળા હોવા માટે ટોણા મારવામાં આવતા હતા, હવે તેને બોડી શેમિંગ નો સામનો કરવો પડી રહ્યો છે. તેની પાછળનું કારણ તેની આ બીમારી છે, જે કોઈને સમજાતું નથી. જોકે હરનાઝ ને તેના ચાહકો નું સમર્થન પણ મળ્યું છે. એક યુઝરે કમેન્ટ કરીને કહ્યું કે, હરનાઝ જેવી છે તેવી સારી છે. તેણે પોતાનું વજન વધાર્યું છે, તે તેની પોતાની પસંદગી છે. પરંતુ લોકો માટે આ રીતે તેને બોડી શેમ કરવું યોગ્ય નથી.