Site icon

મિસ યુનિવર્સ 2022 જેવી સ્પર્ધામાં કચરા માંથી બનેલો ડ્રેસ પહેરીને પહોંચી મિસ થાઈલેન્ડ,કારણ જાણીને તમને નવાઈ લાગશે

મિસ થાઈલેન્ડઃ મિસ યુનિવર્સ 2022 દરમિયાન થાઈલેન્ડની અન્ના સુએંગમ-આઈમે એવો ડ્રેસ પહેર્યો હતો જેની ચારેબાજુ ચર્ચા થઈ રહી છે.

miss universe thailand 2022 wear dress made of garbage

મિસ યુનિવર્સ 2022 જેવી સ્પર્ધામાં કચરા માંથી બનેલો ડ્રેસ પહેરીને પહોંચી મિસ થાઈલેન્ડ,કારણ જાણીને તમને નવાઈ લાગશે

News Continuous Bureau | Mumbai

અમેરિકાના લુઇસિયાના શહેરમાં આયોજિત 71મી મિસ યુનિવર્સ સ્પર્ધા હાલ પૂરજોશમાં ચાલી રહી છે. કારણ કે આ ઈવેન્ટમાં દુનિયાભરની સુંદરી ઓ પોતાની સુંદરતાથી લોકોના દિલ જીતી રહી છે. એક તરફ જ્યાં ભારતનું પ્રતિનિધિત્વ કરી રહેલી કર્ણાટકની રહેવાસી 25 વર્ષીય દિવિતા રાય તેના પ્રથમ દેખાવથી જ નજરે પડી ગઈ, તો બીજી તરફ મિસ યુનિવર્સ થાઈલેન્ડ 2022 આના સુએન્ગમ-આઈમે આ દરમિયાન તમામ સ્પોટલાઈટ પોતાના નામે કરી લીધી. કારણ કે મિસ યુનિવર્સ 2023 ઈવેન્ટમાં મિસ થાઈલેન્ડ ( miss universe thailand 2022 ) એવો ડ્રેસ ( dress  ) પહેરીને રેમ્પ પર પહોંચી હતી, જેને જોઈને બધા આશ્ચર્યચકિત થઈ ગયા હતા.

Join Our WhatsApp Community

કચરા માંથી બનેલો પહેર્યો હતો ડ્રેસ

વાસ્તવમાં, અન્ના સુએન્ગુમ-આઈમે પોતાના માટે જે ચમકદાર પોશાક પસંદ કર્યો હતો તે સોના અને ચાંદીના વાયરથી બનેલો ન હતો, પરંતુ સંપૂર્ણપણે રિસાયકલ કરેલા કચરાનો હતો. આ ઇવેન્ટ ગાઉન ને ઉપરથી નીચે સુધી કોલ્ડ ડ્રિન્ક ના ઢાંકણા થી શણગારવામાં આવ્યો હતો, જે એક ઉત્તમ માસ્ટરપીસ બન્યો હતો.ડ્રેસને ફ્રન્ટ પર હાઈ સ્લિટ આપવામાં આવી હતી, જેનું ફિટિંગ બોડી ફિટ લુકમાં રાખવામાં આવ્યું હતું. તેમજ તેમાં ડીપ નેકલાઇન બનાવવામાં આવી હતી, જેના પાછળના ભાગને બેકલેસ લુક આપવામાં આવ્યો હતો. આ “હિડન પ્રિશિયસ ડાયમંડ ડ્રેસ” ને. સ્વારોવસ્કી ડાયમંડથી શણગારવામાં આવ્યો હતો.

આ સમાચાર પણ વાંચો:  નાટુ-નાટુ નો ક્રેઝ બરકરાર-ગોલ્ડન ગ્લોબ પછી એમએમ કિરવાની એ હવે જીત્યો છે આ એવોર્ડ, પોસ્ટ શેર કરી આપી માહિતી

પોતાના માતા પિતા માટે પહેર્યો હતો ડ્રેસ

મોડલ દ્વારા આવો ડ્રેસ પહેરવા પાછળનું કારણ જ્યારે તમને ખબર પડશે તો તમને આશ્ચર્ય થશે. અન્નાએ સફાઈ કામદાર તરીકે કામ કરતા તેના પિતાને એટ્રીબ્યુટ આપવા માટે આવો ડ્રેસ પહેર્યો હતો. તેની માતા પણ સફાઈ કામદાર છે. આ કારણે, તેણીને “ગાર્બેજ બ્યુટી ક્વીન” નું ટેગ પણ આપવામાં આવ્યું હતું, જો કે, મિસ યુનિવર્સ થાઈલેન્ડ કહે છે કે “તે તેણીને કિંમતી રત્ન તરીકે ચમકતા ક્યારેય રોકી નથી.” તેણીનો ‘હિડન પ્રેશિયસ ડાયમંડ ડ્રેસ’ ફેશન બ્રાન્ડ મણિરતે ડિઝાઇન કર્યો હતો. તેણે એમ પણ કહ્યું- “તમે જે અંધકારમય વાતાવરણમાં જન્મ્યા છો તેમાં ફસાઈ ન જવું જોઈએ, પરંતુ તમારે માનવું જોઈએ કે તમારી પાસે તમારું જીવન સારું બનાવવાની શક્તિ છે.”

The Family Man 3: ‘ધ ફેમિલી મેન 3’માં શ્રીકાંત તિવારી બનશે ‘મોસ્ટ વૉન્ટેડ’! સમય રૈના અને અપૂર્વા મુખર્જીની મજેદાર સલાહ વાયરલ
Dharmendra: ધર્મેન્દ્રને મળવા શાહરુખ-સલમાન હોસ્પિટલ પહોંચ્યા, છતાં કેમ ન થઈ મુલાકાત? જાણો મોટું કારણ
Sunny Deol Hema Malini Relation: સંબંધોનું રહસ્ય,સની અને બોબી દેઓલ હેમા માલિનીને ‘મમ્મી’ કેમ નથી બોલાવતા? જાણો કયા નામથી સંબોધે છે!
Anupama: ‘અનુપમા’માં રાહી અને પ્રેમ નો શરૂ થશે રોમેન્ટિક ટ્રેક તો બીજી તરફ રાજા અને પરી વચ્ચે વધશે તણાવ
Exit mobile version