News Continuous Bureau | Mumbai
બોલિવૂડ અભિનેત્રી માધુરી દીક્ષિતના સમગ્ર વિશ્વમાં લાખો ચાહકો છે. પોતાના ડાન્સ મૂવ્સથી ચાહકોના દિલો ને ધડકાવનાર ‘ધક-ધક’ ગર્લ ફરી એકવાર લાઈમલાઈટમાં છે. વાસ્તવમાં, લોકપ્રિય નેટફ્લિક્સ અમેરિકન શો ‘બિગ બેંગ થિયરી’ના એક એપિસોડમાં ભારતીય અભિનેત્રી માધુરી દીક્ષિત માટે અપમાનજનક ભાષાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, જેના માટે લેખક અને રાજકીય વિશ્લેષક મિથુન વિજય કુમારે OTT પ્લેટફોર્મ નેટફ્લિક્સ ને કાનૂની નોટિસ મોકલી છે. આ નોટિસ દ્વારા મિથુન વિજય કુમારે ‘ધ બિગ બેંગ થિયરી’ના આ એપિસોડને હટાવવાની માંગ કરી છે. તમને જણાવી દઈએ કે ‘ધ બિગ બેંગ થિયરી’ સીઝન 2 ના પહેલા એપિસોડમાં, અભિનેતા કુણાલ અય્યરે માધુરી દીક્ષિત માટે અપમાનજનક ટિપ્પણીઓનો ઉપયોગ કર્યો છે.
શું છે સમગ્ર મામલો
બિગ બેંગ થિયરી 2 માં જિમ પાર્સન્સ એ શેલ્ડન કૂપર નો રોલ કર્યો છે. સિરીઝના પહેલા એપિસોડમાં તેણે ઐશ્વર્યા રાયની સરખામણી માધુરી દીક્ષિત સાથે કરી હતી. તેણે ઐશ્વર્યા રાયને ગરીબોની માધુરી દીક્ષિત ગણાવી હતી. જેના પર રાજ કૂથરપલ્લીનું પાત્ર ભજવતા કુણાલ નય્યરે કહ્યું, ‘ઐશ્વર્યા એક દેવી છે, તેની સરખામણીમાં માધુરી દીક્ષિત એક રક્તપિત્ત વેશ્યા છે.’ પછી જીમ કહે છે, ‘મારો મતલબ તમને નારાજ કરવાનો નહોતો. દેખીતી રીતે તમે ભારતીય સિનેમાને સારી રીતે જાણતા નથી.’સિરીઝના આ સીનને લઈને મિથુન વિજય કુમાર નામના વ્યક્તિએ નેટફ્લિક્સ ને નોટિસ મોકલી છે.
નેટફ્લિક્સ ને મોકલવામાં આવી લીગલ નોટિસ
નેટફ્લિક્સ ને મોકલવામાં આવેલી આ કાનૂની નોટિસમાં મિથુન વિજય કુમારે કહ્યું કે, “શોના પાત્ર રાજ કૂથરાપલ્લી દ્વારા માધુરી દીક્ષિત પર કરવામાં આવેલી આ ટિપ્પણી માત્ર વાંધાજનક નથી, પરંતુ શો અને અભિનેતા વિરુદ્ધ માનહાનિનો કેસ પણ દાખલ કરવામાં આવી શકે છે.” આ સાથે, લેખકે આ નોટિસમાં કહ્યું છે કે આ પ્રકારની સામગ્રી સમાજ પર નકારાત્મક અસર કરી શકે છે. આ સિવાય આ ટિપ્પણી મહિલાઓ વિરુદ્ધ રૂઢિચુસ્તતાને પ્રોત્સાહન આપે છે. વિજય કુમારે કહ્યું, “તેથી નેટફ્લિક્સ એ તરત જ આ એપિસોડને તેના પ્લેટફોર્મ પરથી હટાવી દેવું જોઈએ. જો OTT પ્લેટફોર્મ આમ નહીં કરે, તો તેમની સામે મહિલાઓ સાથે ભેદભાવ કરવા બદલ કાનૂની કાર્યવાહી કરવામાં આવશે.”આ સિવાય મિથુન વિજય કુમારે પોતાની નોટિસમાં કહ્યું કે, “નેટફિલિક્સ જેવી કંપનીઓએ સમાજ પ્રત્યેની તેમની જવાબદારી સમજવી જોઈએ અને તેઓએ સમાજના સામાજિક મૂલ્યો અને લાગણીઓ પ્રત્યે સંવેદનશીલ હોવું જોઈએ.” જો કે, અત્યાર સુધી આ મામલે અભિનેત્રી માધુરી દીક્ષિતની કોઈ પ્રતિક્રિયા આવી નથી.