ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 26 જુલાઈ, 2021
સોમવાર
શિલ્પા શેટ્ટીના પતિ અને બિઝનેસમૅન રાજ કુન્દ્રા વિશે દરરોજ નવા-નવા ખુલાસા થઈ રહ્યા છે. રાજ કુન્દ્રાની ધરપકડ બાદ મૉડલ અને અભિનેત્રી સાગરિકા શોના તથા પૂનમ પાંડેએ રાજ કુન્દ્રા વિશે ચોંકાવનારા ખુલાસા કર્યા હતા. હવે રાજ કુન્દ્રાને ખુલ્લી પાડતી મહિલાઓની યાદીમાં બીજું નામ જોડવામાં આવ્યું છે. મૉડલનો આરોપ છે કે તેને રાજ કુન્દ્રાની હૉટ શૉટ ઍપ માટે ન્યૂડ શૂટ ઑફર કરવામાં આવી હતી. આ મૉડલનું નામ નિકિતા ફ્લોરા સિંહ છે.
નિકિતાએ આરોપ લગાવ્યો છે કે રાજ કુન્દ્રાની ઍપ માટે ન્યૂડ શૂટ કરવા માટે દરરોજ 25 હજાર રૂપિયાની ઑફર કરવામાં આવતી હતી. નિકિતા ફ્લોરાએ એક ટ્વિટ દ્વારા રાજ કુન્દ્રા પર આરોપ લગાવ્યા છે. નિકિતાએ પોતાની ટ્વીટમાં લખ્યું છે કે ઉમેશ કામત દ્વારા 2020માં રાજ કુન્દ્રા હૉટ શૉટ ઍપ માટે ન્યૂડ શૂટ કરવાનું કહ્યું હતુ, પરંતુ મેં ના પાડી. મને દરરોજ 25,000 રૂપિયાની ઓફર તેણે કરેલી. ભગવાનનો આભાર કે હું રાજ કુન્દ્રા જેવા મોટા નામના ચક્કરમાં ન પડી.
આ સાથે જ નિકિતાએ ખુલાસો કર્યો છે કે રાજ કુન્દ્રાની હૉટ શૉટ ઍપના શૂટિંગને કારણે ઝારખંડની એક મહિલાને તેના પતિ દ્વારા છૂટાછેડા અપાયા હતા.