News Continuous Bureau | Mumbai
Mohammed Rafi Death Anniversary: ભારતીય સંગીત જગતના દિગ્ગજ ગાયક મોહમ્મદ રફી ની 45મી પુણ્યતિથિએ તેમના પુત્ર શાહિદ રફી એ એક ખાસ જાહેરાત કરી છે. તેમણે જણાવ્યું કે રફી સાહેબની જીવનકથા પર આધારિત બાયોપિક બનાવવામાં આવી રહી છે. આ ફિલ્મના નિર્માતા શાહિદ રફી પોતે છે અને દિગ્ગજ નિર્માતા ઉમેશ શુક્લા તેને દિગ્દર્શિત કરશે.
આયુષ્માન ખુરાના લીડ રોલ માટે દાવેદાર
ફિલ્મમાં મોહમ્મદ રફી ની ભૂમિકા કોણ નિભાવશે એ અંગે હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત થઈ નથી. જોકે, ઇન્ડસ્ટ્રીમાં એવી ચર્ચા છે કે આયુષ્માન ખુરાના નો આ રોલ માટે સંપર્ક કરવામાં આવ્યો છે. શાહિદ રફી કહે છે કે “અમારી કેટલાક મોટા નામો સાથે વાતચીત ચાલી રહી છે, પણ હજુ સુધી કંઈ ફાઈનલ નથી.”
આ સમાચાર પણ વાંચો : Blackbuck Poaching Case: સૈફ અલી ખાન, તબ્બૂ અને સોનાલી બેન્દ્રે ની વધી શકે છે મુશ્કેલી, કાળા હરણ શિકાર કેસ સાથે જોડાયેલો છે મામલો
રિપોર્ટ મુજબ ફિલ્મની સ્ક્રિપ્ટ તૈયાર થઈ ગઈ છે અને નવેમ્બર કે ડિસેમ્બર 2025માં શૂટિંગ શરૂ થવાની શક્યતા છે. જો બધું યોગ્ય રીતે ચાલે તો 2026માં આ ફિલ્મ સિનેમાઘરોમાં રિલીઝ થઈ શકે છે. શાહિદ રફી કહે છે કે “મારા પિતા ખૂબ જ સરળ અને શાંતિપ્રિય વ્યક્તિ હતા, અને હું ઈચ્છું છું કે લોકો તેમને માત્ર ગાયક તરીકે નહીં, પણ એક મહાન માનવી તરીકે પણ ઓળખે.”