News Continuous Bureau | Mumbai
Mumbai diaries:મુંબઈમાં 26/11ના આતંકવાદી હુમલા પર આધારિત વેબ સિરીઝ ‘મુંબઈ ડાયરીઝ’ ની ખૂબ ચર્ચા થઈ હતી. આ સિરીઝ માં 26/11ના આતંકવાદી હુમલા દરમિયાન હોસ્પિટલ ની હાલત બતાવવામાં આવી હતી. વેબ સિરીઝ ની પહેલી સીઝન વર્ષ 2021માં રિલીઝ થઇ હતી આ સિરીઝ રિલીઝ થઈ ત્યારથી જ સમાચારોમાં હતી. મોહિત રૈનાની વેબ સિરીઝ ‘મુંબઈ ડાયરીઝ’ની સફળતા બાદ હવે મેકર્સ તેની બીજી સીઝન લાવવાની તૈયારી કરી રહ્યા છે.
એમેઝોન પ્રાઈમ પર રિલીઝ થશે મુંબઈ ડાયરીઝ 2
મોહિત રૈનાની વેબ સિરીઝ ‘મુંબઈ ડાયરીઝ’ ફરી એકવાર ચર્ચામાં આવી છે. નિર્માતાઓએ આ વેબ સિરીઝનો બીજો ભાગ એટલે કે ‘મુંબઈ ડાયરીઝ 2’ લાવવાની તૈયારી કરી લીધી છે. પ્રાઇમ વીડિયોએ પણ આ અંગે જાહેરાત કરી છે. પ્રાઈમ વીડિયોના ઈન્સ્ટાગ્રામ પર આ અંગેની એક પોસ્ટ શેર કરવામાં આવી છે. આ પોસ્ટમાં સ્ટારકાસ્ટની સાથે સીરિઝ સંબંધિત અન્ય માહિતી પણ આપવામાં આવી છે. આ સિરીઝ માં 8 એપિસોડ હશે. આ સિરીઝ માં કોંકણા સેન શર્મા અને મોહિત રૈનાની સાથે, ટીના દેસાઈ, શ્રેયા ધનવંતરી, સત્યજીત દુબે, નતાશા ભારદ્વાજ, મૃન્મયી દેશપાંડે અને પ્રકાશ બેલાવાડી પણ મહત્વની ભૂમિકામાં જોવા મળશે.
View this post on Instagram
એમેઝોન પ્રાઈમ વિડીયો એ શેર કર્યું પોસ્ટર
એમેઝોન પ્રાઇમ વિડિયોએ વેબ સિરીઝ ‘મુંબઈ ડાયરીઝ 2’ના પોસ્ટર શેર કર્યા છે. સોશિયલ મીડિયા પર લોકો કોંકણા સેન શર્મા અને મોહિત રૈનાના લુકને પસંદ કરી રહ્યા છે. સિરીઝના જે પોસ્ટર્સ સામે આવ્યા છે તેમાં સ્ટાર્સ અડધા પાણીમાં જોવા મળી રહ્યા છે.મુંબઈ ડાયરીઝ 2 ની વાર્તા હજુ સુધી જાહેર થઇ નથી.
આ સમાચાર પણ વાંચો : Don 3: ફરહાન અખ્તરે કર્યો રણવીર સિંહ ના ડોન બનવા પાછળ નો ખુલાસો, જણાવ્યું કેમ શાહરુખ ખાને ડોન 3 કરવાની પાડી હતી ના