News Continuous Bureau | Mumbai
ટીવીથી બોલિવૂડ સુધીની સફર કરનાર એક્ટ્રેસ મૌની રોય તેના બોલ્ડ લુક માટે પણ જાણીતી છે. હાલમાં જ તેણે ખૂબ જ બોલ્ડ ફોટોશૂટ કરાવ્યું છે, જેને જોઈને તેના ફેન્સ દીવાના થઈ રહ્યા છે. મૌનીની આ સ્ટાઈલ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે.
મૌની રોયે તાજેતરમાં ઈન્સ્ટાગ્રામ પર તેના ફોટા શેર કર્યા છે. જેમાં તે ઓલિવ ગ્રીન કલરનો શર્ટ પહેરેલી જોવા મળી રહી છે. પરંતુ ફોટોશૂટ કરાવતી વખતે તેના શર્ટના તમામ બટન ખુલ્લા હતા. અભિનેત્રીએ ફાટેલા જીન્સ સાથે આ શર્ટ કેરી કર્યું છે. આ તસવીરો જોઈને સ્પષ્ટપણે અનુમાન લગાવી શકાય છે કે તે ખૂબ જ ગ્લેમરસ લાગી રહી છે.
મૌની રોયે બોલ્ડ કાજલ, ન્યૂડ મેકઅપ કર્યો છે અને તેના વાળ ખુલ્લા રાખ્યા છે. મૌનીની આ તસવીરો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે. ફેન્સની સાથે સાથે ઘણા સ્ટાર્સ પણ તેમને પસંદ કરી રહ્યા છે.
મૌની રોય તેની સુંદરતા અને અભિનય તેમજ તેના જોરદાર ડાન્સ માટે જાણીતી છે. મૌની રોયના ફેન્સને એક્ટ્રેસની દરેક સ્ટાઇલ પસંદ છે. મૌનીનું નામ તે અભિનેત્રીઓમાંનું એક છે, જેની દરેક શૈલી ચાહકોને પસંદ છે.
મૌની રોયે 27 જાન્યુઆરીના રોજ તેના લોન્ગટાઇમ બોયફ્રેન્ડ સૂરજ નાંબિયાર સાથે મલયામ અને બંગાળી રીતિ રિવાજો મુજબ ગોવામાં લગ્ન કર્યા હતા.મૌનીના વર્ક ફ્રન્ટ ની વાત કરીએ તો,અભિનેત્રી ફિલ્મ બ્રહ્માસ્ત્ર માં જોવા મળશે. તેમાં રણબીર કપૂર અને આલિયા ભટ્ટ મુખ્ય ભૂમિકામાં છે. મૌની રોયે ટીવી ઈન્ડસ્ટ્રીમાં વર્ષ 2006માં ‘ક્યૂંકી સાસ ભી કભી બહુ થી’ સિરિયલથી ડેબ્યૂ કર્યું હતું. તેમની મુખ્ય સિરિયલો 'દેવોં કે દેવ મહાદેવ' અને 'નાગિન' છે. આ સિવાય તેણે ઘણા રિયાલિટી શોમાં ભાગ લીધો છે.
આ સમાચાર પણ વાંચો : અનિલ કપૂરે નાના બનવાની વ્યક્ત કરી ખુશી, સોનમ કપૂરની પ્રેગ્નન્સી પર કહી આ વાત; જાણો વિગત