ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૦૨ ઓગસ્ટ, ૨૦૨૧
સોમવાર
નાના પડદાથી લઇને મોટા પડદા સુધી અભિનય અને ખૂબસુરતીના દમ પર બધાનું ધ્યાન ખેંચનારી અભિનેત્રી મોની રોય અવાર નવાર તેની બોલ્ડ અને સુંદર તસવીરોને લઈને ચર્ચામાં રહે છે. તે ટીવીની ખૂબ જ સુંદર અભિનેત્રીઓમાંની એક છે. અભિનેત્રી સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. તે ઘણીવાર તેની નવી તસ્વીરો અને વિડિયો ફેન્સ સાથે શેર કરતી રહે છે.

તાજેતરમાં મૌની રોયે સોશિયલ મીડિયા પર તેની કેટલીક તસવીરો શેર કરી છે, જેમાં તે બ્લેક કલરના શોર્ટ ડ્રેસમાં બોલ્ડ અવતારમાં નજર આવી રહી છે.

આ તસવીરોમાં મૌનીએ ઘણા પોઝ આપ્યા છે. આ શોર્ટ ડ્રેસમાં મૌની તેમની સ્લિમ અને ફીટ બોડીને ફ્લોન્ટ કરતી જોવા મળી રહી છે. આ આઉટફિટમાં ડીપ નેકલાઇન આપવામાં આવી છે જે આ ડ્રેસના સ્ટાઇલ સ્ટેટમેન્ટને સંપૂર્ણ રીતે કોમ્પ્લીમેન્ટ કરે છે.

મૌનીએ આ ડ્રેસ સાથે બ્લેક કલરની સ્ટ્રેપી હીલ્સ કૈરી કરી છે. અભિનેત્રીએ આ ડ્રેસ સાથે ગ્લેમ ટોન્ડ મેકઅપ કરતી વખતે આંખોમાં બોલ્ડ લુક આપ્યો છે. આની સાથે ન્યુડ લિપસ્ટિક લગાવી અને વાળ ખુલ્લા રાખ્યા છે.

વર્કફ્રંટની વાત કરીએ તો હવે તે ટૂંક સમયમાં આયન મુખર્જીની નિર્દેશક ‘બ્રહ્માસ્ત્ર’માં જોવા મળશે. તેમાં રણબીર કપૂર અને આલિયા ભટ્ટની સાથે અમિતાભ બચ્ચન પણ મુખ્ય ભૂમિકામાં છે. આ ફિલ્મમાં મૌની રોય નેગેટિવ ભૂમિકામાં જોવા મળશે.
