ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 23 ઑક્ટોબર, 2021
શનિવાર
ટીવીથી બૉલિવુડમાં પોતાની છાપ છોડી ચૂકેલી અભિનેત્રી મૌની રૉયને ખૂબ જ પસંદ કરવામાં આવે છે. અભિનેત્રીએ પોતાની સુંદરતાથી લોકોને દીવાના બનાવી દીધા છે. હવે તેની ઘણી તસવીરો સોશિયલ મીડિયા પર વધુ ને વધુ વાયરલ થઈ રહી છે. ચાહકોને મોનીનો બોલ્ડ અવતાર ખૂબ જ પસંદ આવી રહ્યો છે.
અભિનેત્રી મૌની રૉયના તાજેતરના ફોટોશૂટની તસવીરો સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહી છે. અભિનેત્રીની આ તસવીરો એકદમ બોલ્ડ અને ગ્લૅમરસ છે.
અભિનેત્રી મૌની રૉયના ચાહકો તેની ફિટનેસ અને ફિગરનાં ખૂબ વખાણ કરી રહ્યા છે. જોકે મોનીએ આ તસવીરો તેના ઇન્સ્ટાગ્રામ હૅન્ડલ પર શૅર કરી છે. આ તસવીરોમાં ઍક્ટ્રેસનો આકર્ષક અંદાજ જોવા મળી રહ્યો છે. અભિનેત્રી મૌની રૉયના વાળ વિખરાયેલા જોવા મળે છે. તેમ જ તે તેની નશીલી આંખોથી લોકોને ઘાયલ કરી રહી છે. ઘણા ચાહકોએ તેની આંખોને નશાકારક ગણાવી છે.
તમને જણાવી દઈએ કે તાજેતરમાં જ મૌની રૉયનું એક ગીત રિલીઝ થયું છે. ગીતના બોલ છે 'દિલ ગલતી કર બેઠા હૈ…' લોકોને આ ગીત ખૂબ જ પસંદ આવી રહ્યું છે. જુબિન નૌટિયાલે આ ગીત ગાયું છે. અગાઉ, અભિનેત્રી મ્યુઝિક વીડિયો 'બૈઠે-બૈઠે' અને ‘પતલી કમરિયાં’માં જોવા મળી હતી. મૌની રૉયે થોડા સમય પહેલા ફિલ્મ 'બ્રહ્માસ્ત્ર'નું શૂટિંગ પૂર્ણ કર્યું હતું, જે ટૂંક સમયમાં રિલીઝ થશે. આ ફિલ્મમાં રણબીર કપૂર અને આલિયા ભટ્ટ મુખ્ય ભૂમિકામાં છે. આ ફિલ્મમાં સાઉથનો સુપરસ્ટાર નાગાર્જુન પણ છે.
હેલનને ચાર બાળકોના પિતા સલીમ ખાન સાથે લગ્ન કરવાનો હતો અફસોસ, આવી હતી બંનેની લવ સ્ટોરી; જાણો વિગત