ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
03 ઓક્ટોબર 2020
હાસ્ય કલાકાર કપિલ શર્માના જાણીતા કોમેડી શો 'ધ કપિલ શર્મા શો'ને લઈને શક્તિમાન અને મહાભારતમાં ભિષ્મહપિતાનું પાત્ર ભજવીને ઘેર ઘેર લોકપ્રિય બનેલા અભિનેતા મુકેશ ખન્ના રોષે ભરાયા છે. હાલમાં બીઆર ચોપડાની મહાભારતના કેટલાક પ્રમુખ કલાકાર મહેમાન તરીકે નજર આવ્યા હતા. પરંતુ ભીષ્મ પિતામહનું પાત્ર કરનાર મુકેશ ખન્ના ઉપસ્થિત રહ્યાં નહોતા. હવે આને લઈને લોકો સવાલ પૂછી રહ્યા છે. મુકેશ ખન્ના શોમાં ના પહોંચવા ઉપર દર્શકોના સવાલોના જવાબ આપતા મુકેશ ખન્નાએ ટ્વીટ કરીને તેનું કારણ જણાવ્યું હતું. તેમણે આ શોને વાહિયાત અને નકામો ગણાવ્યો હતો. જો કે થોડી જ વારમાં તેમણે પોતાના બધા ટ્વીટ ડીલિડ કરી નાખ્યા, પરંતુ સોશિયલ મીડિયામાં હવે આ મુદ્દો ખુબ ચર્ચાઈ રહ્યો છે.
શોમાં ગેરહાજર રહેતા સોશિયલ મીડિયા પર યુઝર્સે સવાલ ઉઠાવતા મુકેશ ખન્નાએ એક પછી એક ટ્વીટ કરીને જવાબ આપ્યા છે. મુકેશ ખન્નાનો કપિલ શર્મા શો પર રોષ ભભુકી ઉઠ્યો છે. તેમણે શો પર ગંભીર અને અશ્લિલતા ફેલાવાવનો આરોપ લગાવ્યા હતા. મુકેશ ખન્નાએ આ શોને વાહિયાત અને ઢંગધડા વગરનો ગણાવ્યો હતો. જોકે બાદમાં મુકેશ ખન્નાએ તમામ ટ્વીટ ડિલિટ કરી નાખ્યા હતા.
મુકેશ ખન્ના એ ટ્વિટ કરીને હ્યું હતું કે, ‘મેં ખુદે જ આ શોમાં જવાની ના પાડી દીધી હતી. ભલે આ શો દેશમાં લોકપ્રિય હોય પરંતુ મને આનાથી વધારે વાહિયાત શો કોઈ નથી લાગતો. આ શો ઢંગધડા વગરનો છે. ડબલ મિનિંગથી ભરપૂર અને અશ્લીલતાવાળો હોય છે. આ શોમાં પુરુષો સ્ત્રીઓના કપડાં પહેરે છે અને હલકી હરકતો કરી લોકોને હસાવે છે.
મુકેશ ખન્નાએ બીજા અન્ય એક ટ્વિટમાં કહ્યું હતું કે, ‘શોમાં લોકો શા માટે મોટે-મોટેથી હસતા હોય છે, તે આજ સુધી હું સમજી શક્યો નથી. શોમાં એક વ્યક્તિને સેન્ટરમાં સિંહાસન પર બેસાડવામાં આવે છે. તેનું કામ માત્ર હસવાનું છે. ભલે પછી હસવું આવે કે ના આવે. તેમને ફક્ત હસવાના પૈસા મળે છે. પહેલા આ માટે સિધ્ધુભાઈ બેસતા હતા. હવે અર્ચના બહેન બેસે છે. કામ? માત્ર હાહાહા કરવાનું.’
મુકેશ ખન્ના આગળ કહ્યું હતું કે, ‘મેં તો માત્ર પ્રોમો જોયો હતો. આ પ્રોમોમાં અરૂણ ગોવિલ કે જે શ્રીરામજીની ઈમેજ લઈને ફરે છે, તે માત્ર સ્માઈલ આપે છે. જેને આખી દુનિયા રામ તરીકે જુએ છે, તેને તમે આવો બકવાસ સવાલ કેવી રીતે પૂછી શકો છો. મને ખ્યાલ નથી કે અરૂણે જવાબમાં શું આપ્યો હતો? હું હોત તો કપિલનું મોં બંધ કરાવી દેત. આથી જ હું નહોતો ગયો.’ આમ મુકેશ ખન્નાએ કપિલ શર્માના શોને ઠંગધડા વગરનો કહીને બરાબરની ઝાટકણી કાઢી હતી.