ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
02 ઓક્ટોબર 2020
ટીવી સિરીઝ શક્તિમાન પર ફિલ્મ બનવા જઈ રહી છે. મુકેશ ખન્નાએ શક્તિમાનના પાત્રના આધાર પર ત્રણ ફિલ્મોની એક સુપરહીરો ફ્રેન્ચાઇઝી બનવાનું પ્લાન કરી રહ્યા છે. તાજા રિપોર્ટનું માનીએ તો, મુકેશ ખન્ના ફરી એક વખત દર્શકો સામે શક્તિમાનને લઇને આવવાનો નિર્ણય કર્યો છે. જોકે આ વખતે ટીવી પર નહીં પરંતુ રૂપેરી પડદે શક્તિમાન લાવવાનું પ્લાનિંગ કર્યું છે. ઘણા સમય પહેલાથી તેમની આ યોજના હતી, પરંતુ આર્થિક તંગીને કારણે ફ્લોર પર લાવી શકયા નહોતા. જોકે હવે તેમણે શક્તિમાન સુપરહીરો સીરીઝ બનાવાનો નિર્ણય લઇ લીધો છે.
મુકેશ ખન્નાએ શક્તિમાનની કથા પર 3 ભાગમાં ફિલ્મ બનાવવાની ઘોષણા કરી છે. સોશિયલ મીડિયા પર તેમણે પોસ્ટ શેર કરતાં કહ્યું હતું કે તે ટીવી કે ઓટીટી પર નહીં પણ મોટા પડદે પરત ફરશે. તે મારા માટે સ્વપ્ન સાકાર થવા જેવું છે. શક્તિમાન પહેલા ભારતીય સુપરહીરો હતા અને હંમેશા રહેશે. કોઈ મોટા પ્રોડક્શન હાઉસ સાથે હાથ મિલાવ્યા છે, હું ખુશ છું કે અમે એક જોરદાર ધમાકા સાથે કમબેક કરી રહ્યા છીએ.
આગળ તેમણે કહ્યું હતું કે, દેશના ભરના બાળકોના મને સંદેશાઓ આવે છે કે શક્તિમાન પર એક સીરીઝ બનાવો જોકે મારી પાસે સુપરહીરો ફિલ્મ બનાવાના એટલા રૂપિયા ન હોવાથી હું હજી સુધી બનાવી શક્યો નથી. હવે ચીજો યોગ્ય દિશામાં આગળ વધી રહી છે અને અમે જલદી જ આ પ્રોજેકટને શરૂ કરશું.
ઉલ્લેખનીય છે કે ૯૦ના દાયકામાં શક્તિમાન સીરિયલ ભારતનો પહેલો સુપરહીરો શો હતો. જેને મુકેશ ખન્નાએ ક્રિએટ કર્યો હતો તેમજ તેણે મુખ્યપાત્ર પણ ભજવ્યું હતું અને ત્યારે શક્તિમાન સીરિયલ લોકપ્રિયતાની ચરમસીમા પર હતી..
