બૉલીવુડ અભિનેતા સોનુ સુદને બોમ્બે હાઈકોર્ટે આપ્યો ઝટકો, BMC ની નોટિસ વિરુદ્ધ કરાયેલી અરજી ફગાવી, મહાનગરપાલિકા ને આપ્યા આ આદેશ. જાણો વિગતે  

by Dr. Mayur Parikh

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો,

મુંબઈ

21 જાન્યુઆરી 2021

બૉલીવુડ અભિનેતા સોનુ સૂદને બોમ્બે હાઈકોર્ટ તરફથી કોઈ રાહત મળી નથી. બોમ્બે હાઈકોર્ટે જુહુમાં તેના રહેણાંક મકાનમાં ગેરકાયદે બાંધકામ કરવાના આરોપસર બીએમસીની નોટિસને પડકારતી અભિનેતાની  અરજીને ફગાવી દીધી છે. ઉલ્લેખનીય છે કે અભિનેતા સોનુ સુદના વકીલે બીએમસી દ્વારા જારી કરવામાં આવેલી નોટિસનું પાલન કરવા માટે 10 અઠવાડિયાનો સમય માંગ્યો હતો અને અદાલતને વિનંતી કરી હતી કે, મકાનને તોડી પાડવા પગલાં ન લેવા નાગરિક સંસ્થાને નિર્દેશ આપે. કોર્ટે વિનંતી સ્વીકારવાની ના પાડી અને કહ્યું કે તમે મોડા પડ્યા છો. તમારી પાસે પૂરતો સમય હતો ત્યારે તમે નિરાંતે બેસી રહ્યા હતા. તત્કાળ પગલાં લે એને કાયદો મદદ કરે છે. 

 

સુનાવણી દરમિયાન સોનુના વકીલે એવી દલીલ કરી હતી કે કયા માળ પર ગેરકાયદે બાંધકામ થયું છે એની સ્પષ્ટતા બીએમસીની નોટિસમાં નહોતી. આ ઇમારત અહીં 1992થી ખડી હતી. બીએમસી આખી ઇમારત તોડી પાડી શકે નહીં. જે હિસ્સો બીએમસીની દ્રષ્ટિએ ગેરકાયદે હોય એ ભલે તોડી પાડે. અમે ફક્ત એવી દલીલ કરી હતી કે આ નોટિસ ક્ષણિક આવેશમાં આવીને અપાઇ છે. નોટિસમાં સ્પેસીફિકેશન નથી કે કયો વિસ્તાર ગેરકાયદે બાંધકામની વ્યાખ્યામાં આવે છે. એટલે અમે સ્પેસીફિકેશનની વાટ જોઇ રહ્યા હતા. જો કે હાઇકોર્ટે આ દલીલ સ્વીકારી નહોતી અને કહ્યું હતું કે બૉલ હવે બીએમસીના પક્ષમાં છે. જે બાંધકામ ગેરકાયદે હોય એની સામે બીએમસી પગલાં લઇ શકે છે. 

આપને જણાવી દઈએ કે બીએમસીએ ગયા વર્ષે ઓક્ટોબરમાં સોનુ સૂદને નોટિસ ફટકારી હતી. બીએમસીએ તેની નોટિસમાં આરોપ લગાવ્યો હતો કે સૂદે છ માળની 'શક્તિ સાગર' રહેણાંક મકાનમાં માળખાકીય ફેરફારો કર્યા હતા અને તેને વ્યવસાયિક હોટલમાં પરિવર્તિત કર્યા હતા. સોનુ સૂદે ડિસેમ્બર 2020 માં બીએમસીની નોટિસને સિવિલ કોર્ટમાં પડકારી હતી, પરંતુ તેમની અરજીને કોર્ટે ફગાવી દીધી હતી. ત્યારબાદ તેણે બોમ્બે હાઇકોર્ટનો દરવાજો ખખડાવ્યો હતો.

You Might Be Interested In
Join Our WhatsApp Community

About News Continues

News Continuous is created to spread authentic, accurate and correct news across platforms. This news venture is managed by experienced journalists. Drop an email for collaborations.

Newsletter

Subscribe to our Newsletter to get the latest news updates.

To explore your career & collaborate with us pls write to us on following email id info@newscontinuous.com

@2023 – All Right Reserved. 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More