Mumtaz and asha bhosle: 76 વર્ષ ની મુમતાઝ સાથે 90 વર્ષ ની આશા ભોંસલે એ લગાવ્યા ઠુમકા, લેજેન્ડસ નો વિડીયો થયો વાયરલ

mumtaz dances on song koi sehri babu with asha bhosle

News Continuous Bureau | Mumbai

Mumtaz and asha bhosle: 70 ના દાયકા ની અભિનેત્રી મુમતાઝે ઘણી હિટ ફિલ્મો આપી છે. મુમતાઝ ફક્ત અભિનય માટેજ નહીં પરંતુ તેની સુંદરતા માટે પણ જાણીતી હતી.બીજી તરફ આશા ભોંસલે એ એક લેજેન્ડરી સિંગર છે. આશા ભોંસલે તેની કારકિર્દી માં 12 હજાર થી પણ વધુ ગીત ગઈ ચુકી છે. હવે આ બંને લેજેન્ડરી નો એક વિડીયો વાયરલ થઇ રહ્યો છે જેમાં બંને કોઈ સહેરી બાબુ પર ડાન્સ કરતા જોવા મળી રહ્યા છે. 

 

મુમતાઝ અને આશા ભોંસલે નો ડાન્સ 

મુમતાઝે તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક વિડીયો શેર કર્યો છે જેમાં બંને ‘લોફર’ના ગીત ‘કોઈ સહેરી બાબુ’ પર ડાન્સ કરતી જોવા મળે છે. એક ગેટ-ટુગેધર પાર્ટી દરમિયાન, મુમતાઝ અને આશાજીએ તેમના ડાન્સ પરફોર્મન્સથી બધાને ચોંકાવી દીધા હતા. મુમતાઝ આશાજીને સિગ્નેચર ડાન્સ સ્ટેપ શીખવતી જોવા મળે છે. તમને જણાવી દઈએ કે, આ ગીત આશા ભોંસલે એ ગાયું છે. તેમજ આ ગીત મુમતાઝ પર ફિલ્માવવામાં આવ્યું હતું 

 

View this post on Instagram

 

A post shared by Mumtaz Actress (@mumtaztheactress)


આ વિડીયો પર ચાહકો ખુબ પ્રેમ વરસાવી રહ્યા છે. મુમતાઝ ની વાત કરીએ તો તેણે પોતાની કારકિર્દીની શરૂઆત બાળ કલાકાર તરીકે કરી હતી. તેણે રાજેશ ખન્ના સાથે સૌથી વધુ કામ કર્યું છે. 

આ સમાચાર પણ વાંચોઃ Junior mehmood: આ ગંભીર બીમારી સામે લડી રહ્યો છે કોમેડિયન જુનિયર મહેમૂદ, અભિનેતા ના ખબર અંતર પૂછવા પહોંચ્યો જોની લીવર, વિડીયો થયો વાયરલ