ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો
મુંબઈ, ૧૧ મે ૨૦૨૧
મંગળવાર
અતિલોકપ્રિય ટીવી સીરીયલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં બબીતાનું પાત્ર ભજવનાર અભિનેત્રી મુનમુન દત્તા વિવાદમાં ફસાઈ છે. મુનમુને એક દિવસ પહેલા ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો પોસ્ટ કર્યો હતો. આ વીડિયોમાં તેણીએ જાતિવિષયક શબ્દનો ઉપયોગ કર્યો હતો. તેને લઈને વિવાદ સર્જાયો છે. તેના વિડિયો બાદ ટ્વીટર પર #ArrestMunmunDutta ટ્રેન્ડ કરી રહ્યું હતું.
મુનમુનએ બાદમાં ટ્વીટર પર માફી માગી હતી અને લખ્યું હતું કે “આ એક વીડિયોના સંદર્ભમાં છે, જે મેં ગઈકાલે પોસ્ટ કર્યો હતો. જ્યાં મારા દ્વારા બોલાયેલા એક શબ્દનો ખોટું અર્થઘટન કરવામાં આવ્યું છે. તે અપમાન, ધમકી કે કોઈની લાગણીઓને ઠેસ પહોંચાડવાના ઈરાદે નથી કહેવામાં આવ્યો. મને ખરેખર આ શબ્દનો અર્થ ખબર ન હતો. મને જ્યારે તેનો અર્થ સમજાયો, ત્યારે મેં તરત જ એ પાર્ટને હટાવી લીધો હતો.”
મુંબઈમાં કોરોનાના કેસમાં ધરખમ ઘટાડો નોંધાયો, પણ મૃત્યુઆંક વધ્યો. જાણો આજના લેટેસ્ટ આંકડા
તેણીએ ઉમેર્યું હતું કે “હું દરેક જાતિ, પંથ કે લિંગની વ્યક્તિ પ્રત્યે મને અત્યંત આદર છે અને સમાજ કે રાષ્ટ્રમાં તેમના યોગદાનને હું સ્વીકારુ છું. હું પ્રામાણિક્તાથી એવી દરેક વ્યક્તિની માફી માંગવા માગું છું અને મને ભારી ભૂલ પર પસ્તાવો છે.”
ઉલ્લેખનીય છે કે મુનમુન દત્તા છેલ્લાં ૧3 વર્ષથી તારક મહેતા ka ઉલ્ટા ચશ્મા સિરિયલ સાથે જોડાયેલી છે. ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરેલા વિડિયોમાં તેણીએ જણાવ્યું હતું કે તે જલ્દી યૂટ્યૂબ પર ડેબ્યુ કરવા જઈ રહી છે. આ વિડિયો દરમિયાન જ તેણીએ આપત્તિજનક શબ્દનો ઉપયોગ કર્યો હતો. ત્યારબાદ આ સમગ્ર વિવાદ સર્જાયો હતો.