ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 01 ડિસેમ્બર 2021
બુધવાર
ટીવીની સુપરહિટ ફ્રેન્ચાઈઝી ‘નાગીન’ ની આગામી સીઝન શરૂ થઈ રહી છે. થોડા અઠવાડિયા પહેલા જ એકતા કપૂરે નેશનલ ટીવી પર જાહેરાત કરી હતી કે તે આવતા વર્ષે ‘નાગિન 6’ લોન્ચ કરવા જઈ રહી છે. આ સાથે એકતા કપૂરે આ સિઝનની હિરોઈનોના નામનો સંકેત પણ આપ્યો હતો.ત્યારથી, ‘નાગિન 6’ ની મુખ્ય અભિનેત્રીઓ માટે ઘણા નામો સામે આવ્યા છે. ‘નાગિન 6’ માં કઇ અભિનેત્રી પોતાનો જલવો બતાવશે તે જાણવા માટે દર્શકો પણ ઉત્સુક છે.
મીડિયા ના રિપોર્ટ પર નજર કરીએ તો ‘નાગિન 6’ માં મહેક ચહલ અને રિદ્ધિમા પંડિતની એન્ટ્રી થઈ છે. રિદ્ધિમા પંડિત છેલ્લે બિગ બોસ ઓટીટીમાં જોવા મળી હતી. તમને જણાવી દઈએ કે રિદ્ધિમા અને એકતા કપૂર એકબીજાના ઘણા સારા મિત્રો છે. બીજી તરફ મહેક ચહલ આ વર્ષે રોહિત શેટ્ટીના શો 'ખતરો કે ખિલાડી 11'માં જોવા મળી હતી.
બોલિવૂડના આ સેલેબ્સે ગીનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ માં નોંધાવ્યા નામ ; જાણો લિસ્ટ માં કોણ કોણ છે સામેલ
એકતા કપૂર જાન્યુઆરી 2022માં ‘નાગિન 6’ લોન્ચ કરશે. આ ફ્રેન્ચાઈઝીની છેલ્લી સિઝન કંઈ ખાસ કરી શકી ન હતી. આવી સ્થિતિમાં, માનવામાં આવે છે કે આ વખતે એકતા કપૂર કોઈ કસર છોડશે નહીં. ખતરનાક ટ્વિસ્ટથી લઈને જીવંત VFX સુધી, તે ‘નાગિન 6’ ને સુપરહિટ બનાવવાની યોજનામાં વ્યસ્ત છે. મૌની રોય, અદાહ ખાન, રશ્મિ દેસાઈ, નિયા શર્મા, સુરભી ચદના, જસ્મીન ભસીન, હિના ખાન અને કરિશ્મા તન્ના એકતા કપૂરની આ શ્રેણીને કારણે સફળતાનો સ્વાદ ચાખ્યો છે. હવે જોવાનું એ રહેશે કે નાગિન તરીકે મહેક ચહલ અને રિદ્ધિમા પંડિતને દર્શકો પસંદ કરશે કે કેમ ?