News Continuous Bureau | Mumbai
Naga and Sobhita wedding: નાગા ચૈતન્ય અને શોભિતા ધુલિપાલા લગ્ન ના બંધન માં બંધાયા છે. નાગાર્જુન નો દીકરો નાગા ચૈતન્ય ના આ બીજા લગ્ન છે. આ અગાઉ નાગા એ સાઉથ સુપરસ્ટાર સામંથા સાથે લગ્ન કર્યા હતા. નાગાએ 4 ડિસેમ્બરે શોભિતા ધૂલીપાલા સાથે ખૂબ જ ધામધૂમથી અને સંપૂર્ણ ધાર્મિક વિધિઓ સાથે લગ્ન કર્યા હતા. હવે નાગાર્જુન એ તેના સોશિયલ મીડિયા પર લગ્ન ની કેટલીક તસવીરો શેર કરી છે આ સાથે તેને એક લાંબી નોંધ પણ લખી છે.
આ સમાચાર પણ વાંચો : Rupali ganguly: રૂપાલી ગાંગુલી એ તેની સાવકી દીકરી ઈશા વર્મા પર કર્યો કેસ, અનુપમા ની વકીલે શેર કરી માહિતી
નાગાર્જુન એ શેર કરી તસવીરો
નાગાર્જુન એ તેના સોશિયલ મીડિયા પર નાગા અને શોભિતા ના લગ્ન ની તસવીરો શેર કરી છે જેમાં નાગા અને શોભિતા એકબીજા માં ખોવાયેલા જોવા મળ્યા હતા. આ તસવીરો શેર કરતા નાગાર્જુન એ લખ્યું, ‘મારું હૃદય કૃતજ્ઞતાથી ભરાઈ ગયું છે. મીડિયા, તમારી સમજ માટે અને અમને આ સુંદર ક્ષણને વળગી રહેવા માટે જગ્યા આપવા બદલ આભાર. અમારા પ્રિય મિત્રો, કુટુંબીજનો અને ચાહકો માટે, તમારા પ્રેમ અને આશીર્વાદે ખરેખર આ પ્રસંગને કાયમ માટે યાદગાર બનાવ્યો છે. મારા પુત્રના લગ્ન માત્ર એક પારિવારિક ઉજવણી ન હતી – અમે તમારા બધા સાથે શેર કરેલી હૂંફ અને સમર્થનને કારણે તે એક યાદગાર સ્મૃતિ બની ગયું. તમે અમને આપેલા અસંખ્ય આશીર્વાદો માટે અક્કીનેની પરિવાર તમારા બધાનો હૃદયના તળિયેથી આભાર માને છે.’
My heart is overflowing with gratitude. 🙏
To the media, thank you for your understanding and for giving us the space to cherish this beautiful moment. Your thoughtful respect and kind wishes have added to our joy.
To our dear friends, family, and fans, your love and blessings… pic.twitter.com/1rntU4tDQP
— Nagarjuna Akkineni (@iamnagarjuna) December 5, 2024
નાગા ચૈતન્ય અને શોભિતા ધૂલિપાલા એ એકબીજા ને ડેટ કર્યા બાદ લગ્ન ના બંધન માં બંધાયા છે.
(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)