Site icon

સ્ટ્રગલના દિવસોમાં અનિલ કપૂરનો પરિવાર રહેતો હતો ફિલ્મ ઇન્ડસ્ટ્રીના આ દિગ્ગજ અભિનેતાના ગેરેજમાં -અભિનેતા ના ડેટ પર જવાનો ખર્ચ ઉઠાવતી હતી સુનિતા

News Continuous Bureau | Mumbai

બોલિવૂડ એક્ટર અનિલ કપૂર (Anil Kapoor)ઈન્ડસ્ટ્રી નો લોકપ્રિય અભિનેતા માનો એક છે. જીવનના 65 દિવાળી જોનાર અનિલ કપૂર પાસે આજે કોઈ વસ્તુની કમી નથી. તેણે ફિલ્મોમાં નામથી લઈને સંપત્તિ સુધી ઘણી કમાણી કરી છે. તેમના પરિવારના સભ્યો પણ ખૂબ લોકપ્રિય છે. પરંતુ શું તમે જાણો છો કે અનિલ કપૂરે શરૂઆતના દિવસોમાં (struggle days)ઘણી ગરીબી જોઈ છે. એક સમય હતો જ્યારે અનિલ કપૂરના પિતા સુરિન્દર કપૂર તેમના પરિવાર સાથે રાજ કપૂરના ગેરેજમાં (Raj Kapoor garage)રહેતા હતા.

Join Our WhatsApp Community

અનિલ કપૂરના પિતા સાઉથની ફિલ્મો(south film) બનાવતા હતા. બોલિવૂડમાં નસીબ અજમાવવા માટે તે મુંબઈ (mumbai)તરફ આગળ વધ્યા. જ્યારે તેઓ મુંબઈ આવ્યા ત્યારે રહેવા માટે કોઈ જગ્યા ન હતી, તેથી સુરિન્દર કપૂરને રાજ કપૂરના ગેરેજમાં રહેવું પડ્યું. તેનો આખો પરિવાર ગેરેજમાં રહેતો હતો. જોકે, સુરિન્દર કપૂરનો પરિવાર થોડા દિવસો સુધી રાજ કપૂરના ગેરેજમાં રહ્યો અને બાદમાં તેઓએ એક રૂમ ભાડે(rent room) લીધો.અનિલ કપૂરના પિતા સુરિન્દર કપૂરે સખત મહેનત કરી અને તેમના પરિવારને પ્રગતિ તરફ લઈ ગયા. સુરિન્દર કપૂરે તેમના ચાર બાળકો બોની કપૂર, અનિલ કપૂર, સંજય કપૂર અને રીના કપૂરને ખૂબ જ મહેનતથી ઉછેર્યા. અનિલ કપૂરે એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે જ્યારે તે સુનીતા કપૂરને ડેટ(date sunita kapoor0 કરી રહ્યો હતો ત્યારે તેની પાસે ખર્ચ કરવા માટે પૈસા નહોતા. ત્યારે સુનિતા કપૂર પૈસા ખર્ચતી હતી કારણ કે તે તે સમયની ફેમસ મોડલ (famous model)હતી.

આ સમાચાર પણ વાંચો : પારસ કલનાવતે અનુપમાના રહસ્યો પરથી ઊંચક્યો પડદો-પુરાવા ને લઇ ને કહી આ વાત

અનિલ કપૂરે 1980ના દાયકામાં પોતાના કરિયરની શરૂઆત(bollywood debut) કરી હતી અને ત્યારબાદ તેમની કાર પાછી પાટા પર આવી ગઈ હતી. અનિલ કપૂરે પાછળથી સુનીતા કપૂર સાથે લગ્ન કર્યા. આજના સમયમાં અનિલ કપૂર અને તેના પરિવારના તમામ સભ્યો બોલિવૂડ ઈન્ડસ્ટ્રીના (bollywood industry)જાણીતા ચહેરા છે.

Dharmendra Health Update: ‘હું નબળી પડી શકતી નથી!’ ધર્મેન્દ્રની તબિયત પર હેમા માલિનીનું ભાવુક નિવેદન, બાળકોને લઈને કહી આ મોટી વાત
Kyunki Saas Bhi Kabhi Bahu Thi 2: કયુંકી માં એ જ જૂની સ્ટોરી લાઈન જોઈને બોર થઇ ગયા દર્શકો!હવે શું થશે ટીઆરપી નું?
120 Bahadur: ફિલ્મ ‘120 બહાદુર’ના મેકર્સે લોન્ચ કરી ડાક ટિકિટ, ફરહાન અખ્તરે રક્ષા મંત્રી રાજનાથ સિંહ સાથે મુલાકાત કરી
Rashmika and Vijay: ‘ધ ગર્લફ્રેન્ડ’ના સફળતા કાર્યક્રમમાં રશ્મિકા સાથે વિજય દેવરકોન્ડા એ કર્યું એવું કામ કે, વીડિયો થયો વાયરલ
Exit mobile version