News Continuous Bureau | Mumbai
બોલિવૂડના પ્રખ્યાત નિર્માતા-નિર્દેશક સૂરજ બડજાત્યા (Suraj Badjatya)મોટા પડદા બાદ OTT પર પોતાનો જાદુ બતાવવા માટે તૈયાર છે. ફિલ્મ નિર્માતા તેના બેનર રાજશ્રી પ્રોડક્શન (Rajshree production)હેઠળ ઓછામાં ઓછી ત્રણ વેબ સિરીઝ સાથે ડિજિટલ સ્પેસમાં પ્રવેશ કરવા જઈ રહ્યા છે. સૂરજે પોતે આ માહિતી આપી છે. ત્રણેય પ્રોજેક્ટ ફેમિલી ફ્રેન્ડલી (family friendly)હશે જેને આખો પરિવાર એકસાથે જોઈ શકશે. તમને જણાવી દઈએ કે રાજશ્રી પ્રોડક્શન 'હમ આપકે હૈ કૌન', હમ સાથ સાથ હૈ અને વિવાહ જેવી ફિલ્મો માટે જાણીતું છે.
આ અંગે વાત કરતા સૂરજબડજાત્યાએ કહ્યું, “અમને તમામ પ્લેટફોર્મ્સ(ott platform) દ્વારા રાજશ્રી જેવી વાર્તાઓ બનાવવાની ઓફર કરવામાં આવી છે. રોગચાળા પછી, પરિવારો ભેગા થયા છે. હું ખુશ છું. અમે બહુ જલ્દી ત્રણ-ચાર સિરીઝ શરૂ કરવાની તૈયારીમાં છીએ. તેમણે કહ્યું કે કેટલાક પ્રોજેક્ટ સ્ક્રિપ્ટીંગ સ્ટેજ પર છે અને અન્ય હજુ આઈડિયા સ્ટેજમાં(idea stage) છે. અગાઉ વર્ષ 2017માં પણ બડજાત્યાએ OTT પર ડેબ્યૂ કરવાનો સંકેત આપ્યો હતો. ડીજીટલ પહેલા રાજશ્રીએ "વો રહેને વાલી મહેલ કી" અને "પ્યાર કા દર્દ હૈ મીઠા મીઠા પ્યારા પ્યારા" જેવા ઘણા સફળ ટીવી શોનું(TV show) નિર્માણ કર્યું છે.હાલમાં બડજાત્યા તેની ફિલ્મ 'ઊંચાઈ'ની(Unchai) રિલીઝની તૈયારીમાં વ્યસ્ત છે. આ ફિલ્મમાં અમિતાભ બચ્ચન, અનુપમ ખેર, બોમન ઈરાની અને ડેની ડેન્ઝોંગ્પા જોવા મળશે. ફિલ્મની વાર્તા ચાર મિત્રોની આસપાસ વણાયેલી છે. તેમાં પરિણીતી ચોપરા, નીના ગુપ્તા અને સારિકા પણ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. આ ફિલ્મ 11 નવેમ્બરે સિનેમાઘરોમાં આવવા જઈ રહી છે.
નવ્યા નવેલી થી લઇ ને આર્યન ખાન સુધી-બધા પર છવાયો હેલોવીન ફીવર- જુઓ પાર્ટીનો ઈનસાઈડ વીડિયો
આ વાતચીત દરમિયાન સૂરજે ખુલાસો કર્યો કે 'ઊંચાઈ' પછી તે વેબ સિરીઝ, (web series)સલમાન ખાન સાથેની એક ફિલ્મ અને તેના પુત્ર અવનીશ બડજાત્યાના દિગ્દર્શિત ડેબ્યૂ સહિત અનેક પ્રોજેક્ટ્સ પર ધ્યાન કેન્દ્રિત કરશે. અવનીશની ફિલ્મથી સની દેઓલનો નાનો પુત્ર રાજવીર અને પૂનમ ધિલ્લોનની પુત્રી પલોમા તેમની બોલિવૂડ ડેબ્યુ (Bollywood debut)કરવા જઈ રહ્યા છે. બડજાત્યાએ છેલ્લે 2015માં આવેલી ફિલ્મ ‘પ્રેમ રતન ધન પાયો’નું દિગ્દર્શન કર્યું હતું. આ ફિલ્મમાં સલમાન ખાન અને સોનમ કપૂર મુખ્ય ભૂમિકામાં હતા.