News Continuous Bureau | Mumbai
ટીવી ની લોકપ્રિય સીરિયલ 'અનુપમા'(Anupama) છેલ્લા ઘણા દિવસોથી તેની સ્ટાર કાસ્ટને કારણે ચર્ચામાં છે. અનુપના જે દર અઠવાડિયે નંબર 1 અથવા નંબર 2 પર હોય છે. આ સમયે આ સિરિયલ ઘણા વિવાદોનો સામનો કરી રહી છે. અનુપમાના પુત્ર સમરનું પાત્ર ભજવતા પારસ કલનાવત(Paras Kalnawat quit the show)નું પત્તું સીરિયલમાંથી સાફ થઈ ગયું છે. પારસના શોમાંથી બહાર હોવાના સમાચાર પર શોના નિર્માતાઓએ જાતે જ મોહર લગાવી દીધી છે.એવું માનવામાં આવે છે કે પારસે નિર્માતાઓને જાણ કર્યા વિના રિયાલિટી શો 'ઝલક દિખલા જા 10' (Jhalak Dikhlaja 10)સાઇન કરી લીધો હતો, ત્યારબાદ તેને રાતોરાત સીરિયલમાંથી બહારનો રસ્તો બતાવી દેવામાં આવ્યો હતો. પરંતુ આ અહેવાલો સામે આવ્યા બાદ પારસે પણ મૌન તોડ્યું છે. અભિનેતાએ તેના સોશિયલ મીડિયા પર એક પોસ્ટમાં રૂપાલી ગાંગુલીથી (Rupali Ganguly)લઈને ગૌરવ ખન્ના પર પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો છે.
એક ઈન્ટરવ્યુ દરમિયાન પારસે રૂપાલીનું નામ લીધા વિના કહ્યું – હું તમને મારા દુશ્મનનું નામ નથી જણાવી શકતો. હું કોઈ મહિલા પર આરોપ લગાવવા માંગતો નથી. હું આ મુદ્દે મૌન રહેવા માંગુ છું. જો વધુ બોલાચાલી થશે તો ઝઘડો પણ વધી શકે છે.પારસે વધુ માં કહ્યું કે, "ટીવી ઈન્ડસ્ટ્રીમાં (TV industry)ઘણું રાજકારણ છે. આમાં ટકી રહેવું ખૂબ જ મુશ્કેલ છે. જો તમે આ રાજકારણનો(politics) હિસ્સો નથી, તો તમે પાછળ રહી જશો. જો તમે શાંત વ્યક્તિ છો તો તમે આ રાજનીતિનો હિસ્સો છો. હું ટકી શકીશ નહીં. હું પોતે આનો શિકાર બન્યો છું."
આ સમાચાર પણ વાંચો : લગ્ન ના 6 વર્ષ બાદ માતા પિતા બનવા જઈ રહ્યું છે બોલિવૂડ નું આ આદર્શ કપલ
જ્યારે પારસ ને એક પ્રશ્નમાં પૂછવામાં આવ્યું કે, જ્યારે તે શોમાંથી બહાર હતો ત્યારે તેના કો-સ્ટાર્સે (Co-star)કેવી પ્રતિક્રિયા આપી? તેના પર પારસે કહ્યું કે ટીવીની સૌથી લોકપ્રિય સીરિયલ 'અનુપમા'માં તેની ઓનસ્ક્રીન માતા (Onscreen mother)રૂપાલી ગાંગુલીએ જ્યારે તે શોમાંથી બહાર હતો ત્યારે તેની હાલત વિશે પણ પૂછ્યું ન હતું. રૂપાલીએ પારસને ફોન કે મેસેજ (phone or massage)કર્યો ન હતો. તે જ સમયે, અનુજ કાપડિયા ઉર્ફે ગૌરવ ખન્નાએ (Gaurav Khanna)પણ તેના પ્રત્યે સહાનુભૂતિ દર્શાવવાનો પ્રયાસ કર્યો ન હતો.બીજી બાજુ નિધિ શાહ એટલે કે કિંજલ, મુસ્કાન બામને અને સુધાંશુ પાંડેએ મને કોલ(call) કર્યો હતો. બાનું પાત્ર ભજવતી અલ્પના બુચ અને કાવ્યા એટલે કે મદાલસા શર્મા એ મને મેસેજ (massage)કર્યો હતો.