News Continuous Bureau | Mumbai
આજે એટલે કે 18મી જુલાઈએ અભિનેત્રી પ્રિયંકા ચોપરા પોતાનો (Priyanka Chopra birthday) જન્મદિવસ મનાવી રહી છે. દેશી ગર્લ તરીકે જાણીતી આ અભિનેત્રીએ બોલિવૂડથી પોતાના કરિયરની શરૂઆત કરી હતી, તેણે ઘણી સુપરહિટ ફિલ્મો આપી છે. ‘ફેશન’ મૂવી અભિનેત્રી એ અમેરિકન સિંગર નિક જોનાસ(Nick Jonas marriage) સાથે લગ્ન કર્યા બાદ યુએસએમાં (USA)સ્થાયી થઈ ગઈ છે. નિક જોનાસ સાથેના લગ્ન પછી પ્રિયંકા ચોપરા ભાગ્યે જ ભારત(India) આવે છે. તેઓ માત્ર અમેરિકામાં (America)જ રહે છે. નિક અને પ્રિયંકાના લગ્ન 2 ડિસેમ્બર 2018ના રોજ રાજસ્થાનના(Rajasthan) ઉમેદ ભવનમાં ખૂબ જ વૈભવી રીતે થયા હતા. પ્રિયંકાના લગ્ન ખૂબ જ શાહી રીતે થયા, તેની ગણતરી બોલિવૂડના સૌથી મોંઘા લગ્નોમાં થાય છે. પ્રિયંકા અને નિકના લગ્ન ક્રિશ્ચિયન અને હિંદુ રીતિ-રિવાજ મુજબ થયા હતા.પ્રિયંકા ચોપરા ખૂબ જ મહત્વાકાંક્ષી છે, તેણે બધું જ પોતાના દમ પર હાંસલ કર્યું છે.
બોલિવૂડ અભિનેત્રી પ્રિયંકા ચોપરા લગભગ 734 કરોડ રૂપિયાની સંપત્તિની માલિક (crore)છે. ફિલ્મો સિવાય તે જાહેરાતો(adverise) અને સ્ટેજ શો (stage show)દ્વારા પણ મોટી કમાણી કરે છે. અભિનેત્રી દરેક માટે 4 થી 5 કરોડ રૂપિયા ચાર્જ કરે છે.એક રિપોર્ટ અનુસાર, દોસ્તાના ફિલ્મની અભિનેત્રી આવકના મામલે આ સમયની ટોચની અભિનેત્રીઓ કેટરીના કૈફ, દીપિકા પાદુકોણ, કરીના કપૂર, ઐશ્વર્યા રાયથી પણ આગળ છે.જોકે લાંબા સમયથી પ્રિયંકા ચોપરાની કોઈ ફિલ્મ રિલીઝ થઈ નથી, પરંતુ તેની કમાણીમાં કોઈ ઘટાડો થયો નથી. દેશી ગર્લ વિવિધ બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ(brand endorcement) દ્વારા કમાણી કરે છે.પ્રિયંકાએ પર્પલ પેબલ પિક્ચર્સ (PPP) નામની કંપનીની સ્થાપના કરી છે. આના દ્વારા તે કરોડો રૂપિયાની કમાણી કરી રહી છે. આ કંપની ભારતમાં બિઝનેસ(business) નું ધ્યાન રાખે છે.
આ સમાચાર પણ વાંચો : અમિતાભ બચ્ચનની નાતિન નવ્યા નવેલી એ કર્યું સ્ક્રીન પર ડેબ્યૂ -શાહરૂખની પુત્રી સિવાય આ સેલેબ્રિટીએ કર્યા વખાણ
પ્રિયંકા ચોપરા પાસે મુંબઈ (Mumbai)અને ગોવામાં (Goa)આલીશાન બંગલા છે. તેમજ , અભિનેત્રીનું લોસ એન્જલસમાં (los angeles)પણ એક ઘર છે. જ્યાં તે તેના પતિ નિક જોનાસ સાથે રહે છે.પ્રિયંકા ચોપરા પાસે લક્ઝરી કારોનો પૂરો કાફલો છે. તેની પાસે રોલ્સ રોયલ ઘોસ્ટ (Rolls Royal Ghost), મર્સીડીસ (Mercedes-Maybach S650),બીએમડબ્લ્યુ5 (BMW 5-Series), મર્સીડીસ એસ કલાસ (Mercedes S-Class), મર્સીડીસ ઈ ક્લાસ (Mercedes E-Class), ઓડી ક્યુ 7(Audi Q7) જેવી તમામ લક્ઝરી કાર છે.પ્રિયંકા ચોપરાની આગામી ફિલ્મો વિશે વાત કરીએ તો તેની પાસે ઘણા પ્રોજેક્ટ છે. તેની બોલિવૂડ ફિલ્મ ‘જી લે જરા ભી” ટૂંક સમયમાં જ ફ્લોર પર જવાની છે. જેમાં આલિયા ભટ્ટ અને કેટરીના કૈફ સાથે જોવા મળશે.