Site icon

અમિતાભ બચ્ચનની દિવાળી પાર્ટીમાં શાહરુખ ખાને લૂંટી મહેફિલ- બ્લેક આઉટફિટમાં કિરણ ખેર સાથે આપ્યો કિલર પોઝ-જુઓ ફોટોગ્રાફ્સ

News Continuous Bureau | Mumbai

આ દિવસોમાં બોલિવૂડ ઈન્ડસ્ટ્રીમાં દરેક જગ્યાએ દિવાળીની પાર્ટી ચાલી રહી છે. સેલેબ્સ તેમના પાર્ટનર્સ સાથે આ પાર્ટીઓમાં પહોંચી રહ્યા છે. હાલમાં જ, અમિતાભ બચ્ચને દિવાળીની પાર્ટીનું આયોજન કર્યું હતું. તેમની પાર્ટીમાં કિંગ ખાનથી લઈને કરણ જોહર સહિત ઘણા સ્ટાર્સ પહોંચ્યા હતા. હવે પાર્ટીની અંદરની તસવીરો સામે આવી છે, જે સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે. એક તસવીરમાં કિંગ ખાન કિરણ ખેર સાથે પોઝ આપતો જોવા મળ્યો હતો.

Join Our WhatsApp Community

કિરણે શાહરૂખ ખાન સાથે તેમના રિયુનિયનની એક તસવીર શેર કરી હતી. જેની સાથે તેણે લખ્યું, "મારા પ્રિય મિત્ર શાહરૂખ સાથે છેલ્લી રાત… દિવાળી માટે જૂના મિત્રોને મળવું ખૂબ જ સારું છે." બંનેએ અમિતાભના ઘરે એકબીજાને ગળે લગાવ્યા. જ્યારે કિરણ લાલ કુર્તા-સલવારમાં સજ્જ હતી, તો શાહરૂખ બ્લેક એન્ડ વ્હાઇટ આઉટફિટમાં જોવા મળ્યો હતો. તમને જણાવી દઈએ કે કિરણ ખેરે 2007માં આવેલી ફિલ્મ ‘ઓમ શાંતિ ઓમ’ માં શાહરૂખની માતાનો રોલ કર્યો હતો. આ તેમની સાથેની છેલ્લી ફિલ્મ હતી. તેઓએ ‘દેવદાસ’,’ મૈં હૂં ના’ અને ‘કભી અલવિદા ના કહેના’માં પણ સાથે કામ કર્યું છે.

કિરણ ખેરે બીજી પોસ્ટ કરી જેમાં અમિતાભ બચ્ચન તેની સાથે જોવા મળે છે. આગળની તસવીરમાં અભિષેક બચ્ચન અને સિકંદર ખેર છે. તેણે કેપ્શનમાં લખ્યું, 'બચ્ચન સાથે દિવાળી.'અમિતાભ સાથેની તસવીરો પોસ્ટ કરતાં અનુપમ ખેરે કહ્યું, 'આભાર અમિત જી, જયા જી, અભિષેક અને ઐશ્વર્યા. દિવાળી પર તમને અહીં મળીને ખૂબ આનંદ થયો. તમારા બધા સાથે તહેવારનો સમય પસાર કરવો ખૂબ જ સરસ હતો. પ્રેમ અને પ્રાર્થના હંમેશા.'

લક્ષ્મી પૂજા માટે એક સાથે બંગલે પહોંચ્યો બચ્ચન પરિવાર-ઐશ્વર્યાની સુંદરતા અને આરાધ્યા ની સાદગીએ ખેંચ્યું સૌ નું ધ્યાન-જુઓ ફોટોગ્રાફ્સ

Homebound OTT Release: ઓસ્કર એન્ટ્રી ‘હોમબાઉન્ડ’ હવે ઓટીટી પર ઉપલબ્ધ, ઘરે બેઠા જુઓ ઈશાન ખટ્ટર અને વિશાલ જેઠવા ની આ ફિલ્મ
Sonam Kapoor: બીજી વાર માતા બનશે સોનમ કપૂર,સ્ટાઇલિશ અંદાજમાં કરી પ્રેગ્નન્સી ની જાહેરાત
Ahaan Panday: અહાન પાંડેની એક્શન થ્રિલરમાં ‘નવો’ ખલનાયક? બોલિવૂડનો આ ધમાકેદાર એક્ટર કરશે વિલન તરીકે કમબેક!
The Family Man 3 OTT Release Time: ધ ફેમિલી મેન 3 ઓટીટી પર ક્યારે રિલીઝ થશે? અહીં જાણો સંપૂર્ણ વિગતો
Exit mobile version