News Continuous Bureau | Mumbai
'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' એક લોકપ્રિય ટીવી સિરિયલ(TMKOC) છે અને અભિનેત્રી દિશા વાકાણી દ્વારા ભજવવામાં આવેલ આ સિરિયલના લોકપ્રિય પાત્ર દયાબેનની ચાહકો લાંબા સમયથી રાહ જોઈ રહ્યા છે. પરંતુ પ્રેગ્નેન્સી બાદ દિશાએ પણ આ શોને અલવિદા(Disha quit the show) કહી દીધું હતું અને આને પણ પાંચ વર્ષ વીતી ગયા છે. તાજેતરમાં જ સમાચાર આવ્યા હતા કે ટીવી એક્ટ્રેસ રાખી વિજન(Rakhi Vijan Dayaben) સિરિયલમાં દયાબેનના રોલમાં જોવા મળી શકે છે. ઘણા અહેવાલોમાં આ સમાચાર પર મહોર પણ લગાવવામાં આવી હતી પરંતુ હવે રાખી વીજને આ વાયરલ સમાચાર પર પ્રતિક્રિયા આપી છે અને કહ્યું છે કે તે આ શોનો ભાગ બનવાની નથી.
રાખી વીજને ઈન્સ્ટાગ્રામ પર(Rakhi Vijan instagram)એક પોસ્ટ શેર કરી છે, જેમાં તેણે વાયરલ થઈ રહેલા તમામ અહેવાલોને નકારી કાઢ્યા છે. આ પોસ્ટમાં અભિનેત્રીએ એક ફેન પેજ દ્વારા બનાવેલ કોલાજ શેર કર્યો છે. કોલાજમાં એક તરફ દિશા વાકાણીનો ફોટો છે અને બીજી બાજુ રાખી નો ફોટો છે અને નીચે લખેલું છે, 'રાખી વિજન તારક મહેતાના શોની નવી દયાબેન છે'.આ પોસ્ટ સાથે રાખી વીજને કેપ્શનમાં(caption) લખ્યું કે, 'બધાને નમસ્કાર, આ સમાચાર એક અફવા છે, જે મને આશ્ચર્યચકિત કરે છે. ચેનલ કે નિર્માતાઓ દ્વારા મારો સંપર્ક (approach)કરવામાં આવ્યો નથી. જોકે, રાખીની આ પોસ્ટે ફેન્સનું દિલ તોડી નાખ્યું છે. ચાહકો શોમાં દયાબેનની રાહ જોઈ રહ્યા છે અને રાખી વિજન ને દયાબેન તરીકે જોવી એ ચાહકો માટે કોઈ ટ્રીટથી ઓછું ન હતું. પણ હવે એવું નહીં થાય.
આ સમાચાર પણ વાંચો : હે માં માતાજી તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શો ને મળી નવી દયાભાભી-આ અભિનેત્રી કરી શકે છે દિશા વાકાણી ને રિપ્લેસ
હવે રાખી ની આ પોસ્ટ સોશિયલ મીડિયા (social media viral post)પર વાયરલ થઈ રહી છે. ફેન્સ કોમેન્ટ કરીને અલગ-અલગ પ્રતિક્રિયા આપી રહ્યા છે. આ સમાચાર સામે આવતા જ દર્શકો ખૂબ જ નિરાશ છે. તમને જણાવી દઈએ કે રાખીને ટીવી શો 'હમ પાંચ'(Hum panch)ની સ્વીટી તરીકે પણ ઓળખવામાં આવે છે.આ ઉપરાંત રાખી બિગ બોસ નો હિસ્સો પણ રહી ચુકી છે.