News Continuous Bureau | Mumbai
દીપિકા પાદુકોણે કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં(Deepika padukone Cannes film festival) પ્રભુત્વ જમાવ્યું છે. તેની ફેશન સેન્સ ના લોકો વખાણ કરી રહ્યા છે. કાન્સમાં દીપિકા પાદુકોણ પણ એકદમ અલગ લુકમાં જોવા મળી હતી. તેણે બ્લેક કલરનો ગાઉન (Black gown)પહેર્યો છે. તેમજ તેણે પોતાના વાળ ખુલ્લા રાખ્યા છે. દીપિકા પાદુકોણના આ લુકના વખાણ પણ થઈ રહ્યા છે.તેની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે.
દીપિકા પાદુકોણે ગાઉન સાથે એક જેકેટ(jacket) પણ પહેર્યું હતું જે તેના લૂક ને વધુ સુંદર બનાવી રહ્યું હતું. બ્લેક ડ્રેસમાં (black dress)તેનો આ બીજો લૂક હતો, આ અગાઉ તે બ્લેક શિમર ગાઉનમાં જોવા મળી હતી.
દીપિકા પાદુકોણે તેના આઉટફિટ સાથે મેચિંગ રિંગ્સ અને ઇયરિંગ્સ પહેરી હતી. દીપિકાનો આ લુક સોશિયલ મીડિયા (social Media)પર ઘણો પસંદ કરવામાં આવી રહ્યો છે.
દીપિકા પાદુકોણે (Deepika Padukone) અવ્યવસ્થિત હેરસ્ટાઇલ સાથે હળવો મિનિમલ મેકઅપ (light makeup)કર્યો છે. દીપિકાનો આ લૂક ચાહકોને પસંદ આવી રહ્યો છે.
તમને જણાવી દઈએ કે દીપિકા પાદુકોણ કાન્સ 2022ની જ્યુરીનો (Deepika padukone Cannes jury)ભાગ છે. દીપિકા પાદુકોણ આ વર્ષે ભારતીય સિનેમાનું(Indian cinema) પ્રતિનિધિત્વ કરી રહી છે.
આ સમાચાર પણ વાંચો : સારા અલી ખાને ચમચમાતા ડ્રેસમાં કરાવ્યું ફોટોશૂટ, તેના કિલર લુકથી ચાહકો થયા ઘાયલ; જુઓ ફોટોગ્રાફ્સ