News Continuous Bureau | Mumbai
દીપિકા પાદુકોણ કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ (Deepika Padukone cannes film festival) પહોંચ્યા પહેલાં ચર્ચામાં આવી ગઈ હતી. ક્યારેક પોતાના આઉટફિટ્સ (outfits) તો ક્યારેક લુક્સને લઈને. ઈન્ડિયન પેવેલિયનના ઉદ્ઘાટન સમયે રેડ કાર્પેટ પર દીપિકા છવાયેલી રહી હતી.
દીપિકાના આઉટફિટ્સ તો કમાલના હતા પરંતુ તેની સાથે તેણે જે નેકલેસ (neckless)પહેર્યું તે ખુબ કિંમતી છે. મીડિયા રિપોર્ટ પ્રમાણે આ હારની કિંમત ચાર કરોડથી (4 crore) વધુ છે. મીડિયા રિપોર્ટમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે જ્યારે દીપિકા કાન્સમાં ઈન્ડિયન પેવેલિયનનું (Indian pavelian inogration)ઉદ્ઘાટન કરવા પહોંચી તો તેણે અદ્ભુત ડિઝાઇનનો સિલ્વર ડાયમંડ નેકલેસ (diamond neckless) પહેર્યો હતો અને આ હારની કિંમત મીડિયા રિપોર્ટમાં ૪૪,૮૦૦,૦૦૦ રૂપિયા દર્શાવવામાં આવી રહી છે.
આ નેકપીસ કાર્ટિયર જ્વેલરી બ્રાન્ડના કલેક્શનથી ખાસ આ તક માટે પસંદ કરવામાં આવ્યો હતો. જેમાં વ્હાઇટ ગોલ્ડ, કટ વર્કવાળા હીરા હતા. આ નેકલેસની ખાસ વાત હતી કે તેના બંને છેડા પર બનેલ જૈગુઆરના મોઢાની (Jaguar face)ડિઝાઇન જોવા મળી રહી છે.
જ્યારે દીપિકા (Deepika padukone)આ સેરેમનીમાં બ્લેક આઉટફિટની (black outfit) સાથે આ નેકલેસ પહેરીને પહોંચી તો તે ખુબ ચર્ચામાં રહી અને આ હારની કિંમત હવે ચર્ચામાં છે. દીપિકાએ આ હાર સેન્ટર ઓફ એટ્રેક્શન બનાવવા તેની સાથે બીજી કોઈ જ્વેલરી પહેરી નહોતી.
આ સમાચાર પણ વાંચો : રિવિલિંગ ડ્રેસ માં એશા ગુપ્તા એ આપ્યા ગ્લેમરસ પોઝ, તસવીરોએ લગાવી ઈન્ટરનેટ પર આગ; જુઓ ફોટોગ્રાફ્સ