Site icon

આલિયા-રણવીર બાદ ‘કોફી વિથ કરણ’ માં સાઉથની આ લોકપ્રિય ઓનસ્ક્રીન જોડી મળશે જોવા, કરણ જોહર ના પ્રશ્નો ના આપશે જવાબ

News Continuous Bureau | Mumbai

કરણ જોહર નો (Karan Johar)ફેમસ ચેટ શો 'કોફી વિથ કરણ' (koffee with karan)લાંબા બ્રેક બાદ ફરી એકવાર કમબેક કરી રહ્યો છે. આ સાથે જ ફિલ્મ ઈન્ડસ્ટ્રીના હોટ ન્યૂઝમાં રસ ધરાવનારાઓની ઉત્તેજના પણ વધવા લાગી છે. દરેક વ્યક્તિ શોમાં પોતાના ફેવરિટ સ્ટારને જોવા અને તેની સાથે જોડાયેલી વાતો જાણવાની રાહ જોઈ રહી છે. આ સાથે શો વિશે એક નવું અપડેટ સામે આવ્યું છે, જે મુજબ કરણ જોહર આ વખતે તેના શોમાં સાઉથની સુપરહિટ જોડી (south couple) ને તેના ચેટ શો માં આમંત્રણ આપશે.આ જોડી બીજી કોઈ નહિ પરંતુ અલ્લુ અર્જુન અને રશ્મિકા મંદન્ના (Allu Arjun Rashmika Mandanna) છે.

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો: અજય દેવગણે શાહરૂખ ખાન સાથેની લડાઈ ના સમાચાર ને ગણાવી અફવા, કહી આ વાત

કરણ જોહરના આ શો વિશે ઘણા સમયથી એવા અહેવાલો હતા કે હવે આ શો બંધ થઈ ગયો છે, પરંતુ કરણે તાજેતરમાં જ આ શો ફરી શરૂ થવાની માહિતી આપી હતી અને આ નવી સિઝન સાથે તે ભવ્ય કમબેક કરવાની યોજના બનાવી રહ્યો છે. એવી અપેક્ષા રાખવામાં આવે છે કે આ સીઝનની ગેસ્ટ લિસ્ટ ખૂબ જ રસપ્રદ હશે અને બોલિવૂડ તેમજ સાઉથ સેલેબ્સ (bollywood and south celebs) પણ કરણ સાથે કોફી પીતા જોવા મળશે. આ સિઝનના પહેલા ગેસ્ટ વિશે એવા અહેવાલો છે કે કરણ આલિયા ભટ્ટ અને રણવીર સિંહ (Alia Bhatt and Ranveer Singh)સાથે ચિટ-ચેટિંગ કરતો જોવા મળશે. આ પછી, એક ન્યૂઝ પોર્ટલ ના  અહેવાલ મુજબ, 'પુષ્પા ધ રાઇઝ'ના (Pushpa star) સ્ટાર્સ અલ્લુ અર્જુન અને રશ્મિકા મંદન્ના શોમાં હાજરી આપશે.

વર્ક ફ્રન્ટની વાત કરીએ તો કરણ જોહરના નિર્દેશનમાં ફિલ્મ 'રોકી ઔર રાની કી પ્રેમ કહાની ' (Rocky aur Rani ki prem kahani) બની રહી છે. આ ફિલ્મમાં રણવીર સિંહ (Ranveer Singh) અને આલિયા ભટ્ટ (Alia Bhatt) લીડ રોલમાં છે. સાથે જ ધર્મેન્દ્ર, જયા બચ્ચન અને શબાના આઝમી પણ મહત્વના રોલમાં છે. ફિલ્મ 'રોકી ઔર રાની કી પ્રેમ કહાની' આવતા વર્ષે 10 ફેબ્રુઆરી, 2023ના રોજ રિલીઝ થશે.

Battle of Galwan: સલમાન ખાનની ‘બેટલ ઓફ ગલવાન’નો સીન ખરેખર લીક થયો? વાયરલ વીડિયોએ ઈન્ટરનેટ પર મચાવ્યો હંગામો, જાણો અસલી સત્ય
Taarak Mehta Ka Ooltah Chashmah: જેઠાલાલ અને દયાબેનની જોડી ફરી મચાવશે ધૂમ! યુટ્યુબ પર ફ્રીમાં જોવા મળશે ‘તારક મહેતા’ની ૨ નવી ફિલ્મો; નોંધી લો તારીખ
Kirti Kulhari: છૂટાછેડાના 4 વર્ષ બાદ કીર્તિ કુલ્હારી ફરી પ્રેમમાં: પોતાની જ ખાસ બહેનપણીના ‘રીલ પતિ’ સાથે મિલાવ્યો હાથ, નવા વર્ષે ખુલાસો!
Ikkis OTT Release : થિયેટર બાદ કયા OTT પ્લેટફોર્મ પર રિલીઝ થશે ‘ઈક્કીસ’? ધર્મેન્દ્રની છેલ્લી ફિલ્મની સ્ટ્રીમિંગ ડેટ આવી ગઈ સામે
Exit mobile version