‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ ના આ કલાકાર પહોંચ્યા જામનગર માં આવેલ BAPS સ્વામિનારાયણ મંદિરની મુલાકાતે, શતાબ્દી સેવક અભિવાદન સમારોહ માં લીધો ભાગ

by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai

તારક મેહતા કે ઉલ્ટા ચશ્મા (Tarak Maheta Ka Oolta Chashma) શો આજે ઘરે ઘરે લોકપ્રિય છે. નાના બાળક થી લઇ ને વડીલો સુધી આ શો દરેક નો મનપસંદ શો છે. તેમજ આ શો ના દરેક પાત્રો ઘરે ઘરે ફેમસ થઇ ગયા છે.આમ તો આ શો ના દરેક પાત્ર લોકપ્રિય છે પરંતુ ખાસ કરીને આ શો માં  મુખ્ય ભૂમિકા ભજવતા ગુજરાતી એક્ટર દિલીપ જોશી(Dilip Joshi)એટલે કે  જેઠાલાલ (Jethalal ) ખુબ જ ફેમસ છે.તમામ લોકો આજે દિલીપ જોશીને જેઠાલાલ તરીકે વધુ ઓળખે છે.દિલીપ જોશી ગુજરાત (Gujarat) માં આવેલ જામનગર (Jamnagar) ની ટૂંકી મુલાકાતે આવ્યા હતા, જેઠાલાલને જોવા માટે મોટી સંખ્યામાં તેમના ચાહકો દોડી આવ્યા હતા.

જામનગરમાં આવેલા BAPS સ્વામિનારાયણ મંદિર (swaminarayan temple) ખાતે શતાબ્દી સેવક અભિવાદન સમારોહ યોજાયો હતો. જેમાં મુખ્ય અતીથી (guest) તરીકે મહેતા કા ઉલ્ટા ચશ્માના (Tarak Mehta ka Oolta chashma)મુખ્ય કલાકાર દિલીપભાઈ જોષી ઉર્ફે જેેઠાલાલ (Jethalal) ઉપસ્થિત રહ્યા હતા.પ્રાપ્ત જાણકારી મુજબ  જામનગરમાં (Jamnagar) સ્થિત BAPS સ્વામિનારાયણ મંદિર ખાતે  1 લી મે ના રોજ શતાબ્દી સેવક અભિવાદન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે તરીકે દિલીપ જોશી ઉર્ફે જેઠાલાલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ સમારોહ દરમ્યાન દિલીપ જોષીએ (Dilip Joshi)સંબોધન પણ કર્યું હતું, જેમાં તેઓએ જણાવ્યું કે ખરેખર ભગવાને  મારા ઉપર કૃપા કરી, મનેય એમ કે રવિસભા રહી જશે, પરંતુ એમ ન થયું.

આ સમાચાર પણ વાંચો : જેકલીન ફર્નાન્ડીઝ ની મુશ્કેલી વધી, EDએ કરી મોટી કાર્યવાહી

તમને જણાવી દઈએ કે તારક મહેતા કે ઉલ્ટા ચશ્મા (Tarak Mehta ka oolta chashma) છેલ્લા કેટલાય વર્ષો થી દર્શકો નું મનોરંજન (entertainment)કરી રહી છે. આ શો ટીઆરપી લિસ્ટ (TRP list) માં પણ નંબર વન શો છે. આ શો ના દરેક પાત્રો ઘર ઘર માં લોકપ્રિય થઇ ગયા છે.

Join Our WhatsApp Community

You may also like

Leave a Comment