News Continuous Bureau | Mumbai
કંગના રનૌતનો (Kangana Ranaut) રિયાલિટી શો 'લોક અપ' (Lock-upp) તેના ટ્વિસ્ટ માટે દર્શકોમાં ઘણો લોકપ્રિય છે. હાલમાં જ કંગનાએ બધાને ચોંકાવી દીધા હતા અને શોને વધુ કઠિન બનાવવાની વાત કરી હતી અને કહ્યું હતું કે તેનો હુકુમ નો એક્કો આવવાનો છે. જો કે, તેણે કોઈનું નામ જાહેર કર્યું ન હતું, પરંતુ નવા કેદીના આગમનનો સંકેત આપ્યો હતો. જેના પરથી પડદો હટાવી દેવામાં આવ્યો છે અને પ્રિન્સ નરુલાના (Prince Narula ) નામની જાહેરાત કરવામાં આવી છે.
રવિવારે, શોના નિર્માતાઓ દ્વારા સત્તાવાર રીતે જાહેરાત કરવામાં આવી છે કે પ્રિન્સ નરુલા (Prince Narula ) શોમાં પ્રવેશ કરી રહ્યા છે. ALTBalaji દ્વારા રિલીઝ કરાયેલા શોના પ્રોમોમાં, પ્રિન્સ (Prince Narula ) એક કેદીના પોશાકમાં જોવા મળે છે અને તે શોના બાકીના કેદીઓનો સામનો કરવા માટે તૈયાર છે. પ્રિન્સ નરુલા (Prince Narula ) એક ચેલેન્જર તરીકે 'લોક અપ' (Lock-upp)માં પ્રવેશ કરશે અને તેના પર સળંગ ઘણા રિયાલિટી શો (reality show) જીતવાનો આરોપ છે.શોના નિર્માતાઓએ રવિવારે અલ્ટ બાલાજીના ઇન્સ્ટાગ્રામ (instagram) એકાઉન્ટ પર લોક અપનો પ્રોમો (Promo) રિલીઝ કર્યો હતો. જેમાં કંગના રનૌત કહેતી જોવા મળે છે કે, 'હવે જો તમારે ગેમ જીતવી હોય તો ટોળામાં ન રહો, મજબૂત બનો અને તમારી હિંમત બતાવો. માત્ર 21 દિવસ બાકી છે. ઘોડાની અઢી ચાલ શરૂ થઈ ગઈ છે. ગમે ત્યારે કંઈ પણ થઈ શકે છે. હવે રમત દિવસે નહીં પણ મિનિટે રમવી પડશે. હવે મારા લૉકઅપમાં (Lock-upp)મારી હુકુમ નો એક્કો આવવાનો છે. તેની સાથે સ્પર્ધા કરવી સરળ નહીં હોય. ચલો …'
આ સમાચાર પણ વાંચો : ‘ભૂલ ભુલૈયા 2’ માં અતરંગી અંદાઝ માં ભૂત ભગાડતો જોવા મળશે કાર્તિક આર્યન; જાણો ક્યારે થશે ફિલ્મ રિલીઝ અને જુઓ તેનું ધમાકેદાર ટીઝર
તમને જણાવી દઈએ કે પ્રિન્સ નરુલા (Prince Narula ) ખૂબ જ કઠિન ખેલાડી છે. તેણે અત્યાર સુધી 'બિગ બોસ' (bigg boss) અને 'રોડીઝ' (Rodies) જેવા શો જીત્યા છે. આ સિવાય તે 'રોડીઝ'ની ઘણી સીઝનમાં મેન્ટર તરીકે પણ જોવા મળ્યો છે. આ શો તેના અંતિમ તબક્કા તરફ આગળ વધી રહ્યો છે અને અંતિમ રાઉન્ડ પણ ત્રણ અઠવાડિયામાં શરૂ થશે. આવી સ્થિતિમાં, પ્રિન્સ નરુલા (Prince Narula ) જેવી જોરદાર હરીફાઈ જોયા પછી બાકીના કેદીઓનું શું થશે તે જોવું ખૂબ જ રસપ્રદ રહેશે. જેઓ સખત મહેનત અને લડતથી શોમાં અત્યાર સુધી પહોંચ્યા છે.