News Continuous Bureau | Mumbai
'બાહુબલી' ફેમ ડિરેક્ટર એસએસ રાજામૌલીની બહુપ્રતિક્ષિત ફિલ્મ 'RRR' શુક્રવારે 25 માર્ચે રિલીઝ થઈ રહી છે. આ ફિલ્મની ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે કારણ કે આ ફિલ્મની સ્ટાર કાસ્ટમાં જુનિયર એનટીઆર, રામચરણ અને આલિયા ભટ્ટ જેવા કલાકારો છે.આ કારણે આ ફિલ્મનું એડવાન્સ બુકિંગ પણ શરૂ થઈ ગયું છે. આ દરમિયાન, ફિલ્મને લઈને એક મોટા સમાચાર સામે આવ્યા છે, જે ચાહકો માટે બિલકુલ સારા નથી. મળતી માહિતી મુજબ 'RRR'ની ટિકિટ મોંઘી કરવામાં આવશે. એટલે કે હવે દર્શકોએ ફિલ્મ જોવા માટે વધુ પૈસા ચૂકવવા પડશે.
આંધ્ર પ્રદેશ સરકારે 'RRR'ના નિર્માતાઓને ફિલ્મની ટિકિટના ભાવ વધારવાની મંજૂરી આપી છે. સરકારની આ પરવાનગી બાદ હવે મેકર્સ સરળતાથી ફિલ્મની ટિકિટના ભાવમાં વધારો કરી શકશે.'RRR' રિલીઝ થયાના દસ દિવસ સુધી ફિલ્મની ટિકિટની કિંમત ઊંચી રહેશે. જો કે હજુ સુધી ટિકિટની નવી કિંમત નક્કી કરવામાં આવી નથી. ફિલ્મની ખાસ ટિકિટની કિંમત ટૂંક સમયમાં નક્કી કરવામાં આવશે.મીડિયા રિપોર્ટ્સ અનુસાર, મલ્ટીપ્લેક્સમાં પહેલા 3 દિવસ માટે તમારે સામાન્ય સીટ માટે 70 રૂપિયા વધુ ચૂકવવા પડશે. તેમજ, રિક્લાઇનર સીટ માટે, 100 રૂપિયા સુધી ચૂકવવા પડી શકે છે. ફિલ્મ રિલીઝ થયા બાદ આગામી 7 દિવસ માટે તેમાં 50 રૂપિયાનો વધારો કરવામાં આવશે. તેમજ, AC સાથે સિંગલ સ્ક્રીન માટે, પ્રથમ 3 દિવસ માટે 50 રૂપિયા વધારવામાં આવશે. આ પછી બાકીના 7 દિવસ માટે 30 રૂપિયા વધારી શકાય છે.
આ સમાચાર પણ વાંચો : 'ધ કાશ્મીર ફાઇલ્સ' પર ચાલી રહેલી ચર્ચામાં કૂદી પડ્યા બોલિવૂડ ના આ દિગ્ગજ કલાકાર, ફિલ્મ ને લઇ ને કહી આવી વાત; જાણો વિગત
'RRR' ભારતીય સિનેમાની સૌથી મોટી બજેટ ફિલ્મોમાંથી એક છે. આ ફિલ્મનું બજેટ 550 કરોડ જણાવવામાં આવી રહ્યું છે, જેના પરથી સ્પષ્ટ છે કે ફિલ્મને સફળ થવા માટે બમ્પર કમાણી કરવી પડશે. આલિયા ભટ્ટ આ ફિલ્મ દ્વારા તમિલ ઈન્ડસ્ટ્રીમાં ડેબ્યૂ કરી રહી છે. સાથે જ અજય દેવગન પણ આ ફિલ્મમાં કેમિયો રોલમાં જોવા મળશે. આ દ્વારા તે સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પણ પગ મુકી રહ્યો છે.'RRR' બે ભારતીય સ્વાતંત્ર્ય સેનાનીઓ અલુરી સીતારામ રાજુ અને કોમારામ ભીમ પર આધારિત છે. ફિલ્મની વાર્તા ચાહકોને 1920ના દાયકામાં લઈ જશે. તમિલ, તેલુગુ અને હિન્દી ઉપરાંત, એસએસ રાજામૌલીની ફિલ્મ 'RRR' અન્ય ઘણી ભાષાઓમાં પણ રિલીઝ થઈ રહી છે.