Site icon

‘મિર્ઝાપુર’ અને ‘પાતાલ લોક’ના અભિનેતા અભિષેક બેનર્જી બન્યા નિર્માતા, આ નામથી પ્રોડક્શન હાઉસ કર્યું શરૂ ; જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 14 ડિસેમ્બર 2021      

Join Our WhatsApp Community

મંગળવાર

 

‘મિર્ઝાપુર’ અને ‘પાતાલ લોક’ જેવી વેબ સિરીઝમાં યાદગાર ભૂમિકા ભજવનાર અભિનેતા અભિષેક બેનર્જી હવે નિર્માતા બની ગયા છે. તેણે તેના જૂના ભાગીદાર અને ‘ઇબ આલે ઓ’ જેવી ફિલ્મોના નિર્માતા, શ્વેતાભ સિંહ સાથે તેનું પ્રોડક્શન હાઉસ શરૂ કર્યું. આ પ્રોડક્શન હાઉસને ‘ફ્રીક્સ’ નામ આપવામાં આવ્યું છે અભિષેકે કાસ્ટિંગ ડિરેક્ટર તરીકે પણ ઈન્ડસ્ટ્રીમાં ઘણું કામ કર્યું છે. આ નવી શરૂઆત વિશે તેણે કહ્યું કે ફ્રીક્સ દ્વારા શ્વેતાભ સાથે મળીને તે એક એવો સિનેમા બનાવવા માંગે છે, જે પાવરફુલ હોય અને લોકો સાથે જોડાય. માત્ર વિષયો જ અલગ ન હોવા જોઈએ, પરંતુ તે નિર્માણ ના સ્તરે પણ વૈવિધ્યસભર હોવા જોઈએ.હું શ્વેતાભ સાથે સિનેમા બનાવવા માટે ઉત્સુક છું કારણ કે મેં તેમની સાથે કૉલેજ થિયેટરથી અત્યાર સુધી લાંબી મુસાફરી કરી છે. શ્વેતાભ FTII ગ્રેજ્યુએટ છે અને તેમની વિચારસરણી તેમના કામમાં પ્રતિબિંબિત થાય છે. અમારી બંનેની દ્રષ્ટિ એક જ છે.

શ્વેતાભે અભિષેક વિશે જણાવ્યું હતું કે કોલેજકાળથી જ તેને અભિષેક પાસેથી ખાસ અપેક્ષાઓ હતી. અમારી બંનેની સમજ સરખી છે. હું હંમેશા નવી પ્રતિભા, વાર્તાઓ અને વિચારોને સમર્થન આપવા માંગુ છું. અભિષેકે હંમેશા આ કલાકાર અને કાસ્ટિંગ ડિરેક્ટર તરીકે કર્યું છે. આ અમારી શરૂઆત નથી, પરંતુ અમે કૉલેજમાં જે કર્યું તેને અમે આગળ લઈ જઈ રહ્યા છીએ.કોલેજમાં સાથે ભણવા ઉપરાંત અભિષેક અને શ્વેતાભ’ ધ પ્લેયર્સ’ નામની થિયેટર સોસાયટી સાથે પણ જોડાયેલા છે. અભિષેકે કહ્યું કે અમે એક શોર્ટ ફિલ્મ પૂરી કરી છે. ટૂંક સમયમાં તેની જાહેરાત કરશે. તે ભારતમાં બનેલી સૌથી અનોખી અને મોંઘી શોર્ટ ફિલ્મોમાંની એક હશે.

વિક્કી અને કેટરિનાના લગ્નના ફોટોઝને મળયા અધધ આટલા કરોડ લાઈક્સ, પાછળ છોડ્યા આ બોલીવુડ કપલ્સને; જાણો વિગતે

અભિષેકે મિર્ઝાપુરમાં મુન્ના ત્રિપાઠીના મિત્રનું પાત્ર ભજવ્યું હતું, જ્યારે ‘પાતાલ લોક’ માં તેનું પાત્ર હથોડા  ખૂબ લોકપ્રિય હતું. તેમજ યે, સ્ત્રીમાં, તેણે રાજકુમાર રાવના મિત્રની ભૂમિકા ભજવી હતી. તેણે Zee5ની રશ્મિ રોકેટમાં પહેલીવાર વકીલની ભૂમિકા ભજવી હતી, જેમાં તાપસી પન્નુએ મુખ્ય ભૂમિકા ભજવી હતી.અભિષેક હવે વરુણ ધવન અને કૃતિ સેનન સ્ટારર ભેડિયામાં જોવા મળશે. આ સિવાય અભિષેક જિયો સ્ટુડિયોની સિરીઝ ધ ગ્રેટ વેડિંગ્સ ઑફ મુન્નેસમાં બરખા સિંહ સાથે મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. શ્વેતાભાએ બનાવેલી ઇબ આલે ઓ’ તેના વિષય માટે ચર્ચામાં હતી. આ ફિલ્મનું દિગ્દર્શન પ્રતીક વત્સે કર્યું હતું

Hrithik Roshan birthday special: પહેલી કમાણી માત્ર 100, આજે વર્ષે કમાય છે કરોડો! જાણો કેવી રીતે ઋતિક રોશને ઉભું કર્યું 3100 કરોડનું સામ્રાજ્ય
The Raja Saab: ‘ધ રાજા સાબ’ ના રિલીઝ દિવસે થિયેટરમાં જોવા મળ્યો અજીબ નજારો, પ્રભાસના ફેન્સ મગર લઈને પહોંચ્યા!જાણો વાયરલ વિડીયો ની હકીકત
The Raja Saab Movie Review: પ્રભાસનો સ્ટાઈલિશ લુક પણ નબળી વાર્તાને બચાવી શક્યો નહીં, દર્શકોની ધીરજની આકરી કસોટી કરતી ફિલ્મ
The Raja Saab Cast Fees: પ્રભાસનો મોટો ધડાકો! ‘રાજા સાબ’ માટે વસૂલી એટલી ફી કે બોલિવૂડના ખાન પણ રહી ગયા પાછળ, આંકડો જાણીને ચોંકી જશો
Exit mobile version