ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 9 ઓક્ટોબર, 2021
શનિવાર.
ડ્રગ્સ કેસમાં આર્યનની ધરપકડ તેના પિતા શાહરુખ ના કામ પર અસર પડી રહી છે.
પ્રાપ્ત જાણકારી મુજબ આર્યન ની ધરપકડ બાદ શાહરૂખ ની BYJU’Sએ તમામ જાહેરાતો પર પ્રતિબંધ મૂક્યો છે.
શાહરુખની પ્રી-બુકિંગ જાહેરાતની રિલીઝ પર પણ પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.
આ ઉપરાંત શાહરૂખ ખાનની ફિલ્મ પઠાણનું શૂટિંગ પણ હાલ માટે બંધ કરી દેવામાં આવ્યું છે.
શાહરૂખ અને દીપિકા ફિલ્મના શૂટિંગ માટે સ્પેન જવાના હતા, પરંતુ ડ્રગના કેસના કારણે આ શૂટિંગ રોકવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ ફિલ્મનું એક ગીત સ્પેનમાં શૂટ કરવાનું હતું.
ઉલેખનીય છે જ શાહરુખ ખાન લર્નિંગ એપ BYJU’S ઉપરાંત હુંડાઈ, એલજી, દુબઈ ટુરીઝમ, આઈસીઆઈસીઆઈ બેન્ક રીલાયન્સ જીયો વિ.નો પણ બ્રાન્ડ એમ્બેસેડર છે
