ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
20 માર્ચ 2021
મહારાષ્ટ્ર રાજ્યમાં વધતા જતા કોરોના એ ટી.વી.જગતને પણ પોતાના ભરડામાં લીધું છે.
ટીવી પર આવતા લોકપ્રિય શો 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' ના વધુ એક કલાકાર 'ભીડે ભાઈ,' ઉર્ફે મંદાર ચંદવાદકર ને કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. સિરીયલના કલાકાર મંદાર ને પોતે કોરોના સંક્રમિત હોવાની શંકા જતા તેમણે ટેસ્ટ કરાવી. અને રિઝલ્ટ પોઝિટિવ આવ્યો તે પોતાના ઘરમાં જ આઇસોલેટ થઈને સારવાર લઇ રહ્યા છે.
જોકે મંદારના કરોના ની માઠી અસર આ શોના નિર્માતા આસિત મોદીને થઈ છે.વાત એમ છે કે, હાલમાં સિરિયલમાં ભીડે અને એના પરીવાર પર જ સ્ટોરી ફોકસ થાય છે એમાં ભીડે નુ ગેરહાજર રહેવું આર્થિક દ્રષ્ટિએ નુકસાનકારક છે.
મંદાર પહેલા આ શોના 'સુંદર મામા' ઉર્ફે મયુર વાકાણીને પણ કરોના થયાના સમાચાર આવ્યા હતા. મયુર વાકાણી નો હોસ્પિટલમાં ઇલાજ ચાલી રહ્યો છે. અને એમની તબિયત સુધારા પર છે.
