News Continuous Bureau | Mumbai
Nana Patekar video:એક સમયે પોતાના દમદાર અભિનયથી દર્શકોનું દિલ જીતનાર દિગ્ગજ અભિનેતા (Actor) નાના પાટેકર (Nana Patekar) છેલ્લા કેટલાક સમયથી પોતાની અંગત જિંદગીને લઈને ચર્ચામાં છે. દરમિયાન ફરી એકવાર નાના પાટેકર હેડલાઈન્સમાં છે અને તેનું કારણ છે તેમનો એક વીડિયો. હાલ સોશિયલ મીડિયા પર નાના પાટેકરનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં ગુસ્સે થયેલા અભિનેતા એક ફેન (fan)ને માથા પર ટપલી મારતા જોવા મળે છે.
જુઓ વાયરલ વીડિયો?
वाकई आप बेहद गिरे हुए इंसान मालूम पड़ते हैं. एक फैन के सेल्फ़ी से इतनी दिक़्क़त, कि आपने थप्पड़ जड़ दिया . आपको नहीं भूलना चाहिए कि इन लोगों की वजह से आप जैसों की रोजी रोटी चलती है. वायरल वीडियो काशी में शूटिंग के दौरान का है. pic.twitter.com/X06Bj1lNIG
— Priya singh (@priyarajputlive) November 15, 2023
નાના પાટેકરનો એક વીડિયો સોશિયલ મીડિયા (social media) પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ આ વીડિયો વારાણસી (Varanasi) નો છે, જ્યાં તે ફિલ્મ જર્નીનાં શૂટિંગ (Shooting) માટે પહોંચ્યા છે. વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે નાના કંઈક વાત કરી રહ્યા છે અને પછી એક ફેન તેમની પાસે આવે છે અને સેલ્ફી (Selfie) લેવાનો પ્રયાસ કરે છે. આ જોઈને અભિનેતા ગુસ્સે થઈ જાય છે અને તેના માથા પર ટપલી મારે છે.
આ સમાચાર પણ વાંચોઃ Jammu Kashmir Accident : જમ્મુ-કાશ્મીરમાં મોટી દુર્ઘટના, બસ 300 ફૂટ ઊંડી ખાઈમાં પડી, 36 લોકોના મોત. PM મોદીએ એક્સ-ગ્રેશિયાની કરી જાહેરાત.
સોશિયલ મીડિયા યુઝર્સની પ્રતિક્રિયા કેવી છે?
વીડિયોમાં આગળ જોવામાં આવે છે કે નાના પાટેકરે તેને ટપલી માર્યા બાદ તેનો બોડીગાર્ડ ફેનને ખરાબ રીતે બાજુ પર ખેંચે છે. આ વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે અને યુઝર્સ તેના પર પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે. મોટા ભાગના યુઝર્સ નાના પાટેકરને સોશિયલ મીડિયા પર ટ્રોલ કરી રહ્યા છે. કેટલાક સોશિયલ મીડિયા યુઝર્સે તો નાનાની ધરપકડની માંગ પણ કરી છે. જ્યારે કેટલાક કહે છે કે લોકોએ જ તેમને માથે ચઢાવ્યા છે. જો કે, આ વચ્ચે કેટલાક લોકોએ અભિનેતાનો પક્ષ પણ લીધો છે અને કહ્યું છે કે શૂટિંગની વચ્ચે પ્રવેશવું ખોટું હતું.