Site icon News Continuous Bureau | Mumbai

Nana Patekar video: સાવ આવું?! ફિલ્મના સેટ પર નાના પાટેકર રોષે ભરાયા, સેલ્ફી પાડવા આવેલા ફેનને મારી દીધી ટપલી, જુઓ વાયરલ વિડીયો

Nana Patekar video: નાના પાટેકરનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેમાં જોઈ શકાય છે કે જ્યારે એક ફેન અભિનેતા સાથે સેલ્ફી લેવા આવે છે ત્યારે નાના પાટેકર તેને ટપલી મારી દે છે.

Nana Patekar video: Nana Patekar smacks a fan who tries taking selfie with him.

Nana Patekar video: Nana Patekar smacks a fan who tries taking selfie with him.

News Continuous Bureau | Mumbai

 Nana Patekar video:એક સમયે પોતાના દમદાર અભિનયથી દર્શકોનું દિલ જીતનાર દિગ્ગજ અભિનેતા (Actor) નાના પાટેકર (Nana Patekar) છેલ્લા કેટલાક સમયથી પોતાની અંગત જિંદગીને લઈને ચર્ચામાં છે. દરમિયાન ફરી એકવાર નાના પાટેકર હેડલાઈન્સમાં છે અને તેનું કારણ છે તેમનો એક વીડિયો. હાલ સોશિયલ મીડિયા પર નાના પાટેકરનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં ગુસ્સે થયેલા અભિનેતા એક ફેન (fan)ને માથા પર ટપલી મારતા જોવા મળે છે.

Join Our WhatsApp Community

જુઓ વાયરલ વીડિયો?

નાના પાટેકરનો એક વીડિયો સોશિયલ મીડિયા (social media) પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ આ વીડિયો વારાણસી (Varanasi) નો છે, જ્યાં તે ફિલ્મ જર્નીનાં શૂટિંગ (Shooting) માટે પહોંચ્યા છે. વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે નાના કંઈક વાત કરી રહ્યા છે અને પછી એક ફેન તેમની પાસે આવે છે અને સેલ્ફી (Selfie) લેવાનો પ્રયાસ કરે છે. આ જોઈને અભિનેતા ગુસ્સે થઈ જાય છે અને તેના માથા પર ટપલી મારે છે.

આ સમાચાર પણ વાંચોઃ Jammu Kashmir Accident : જમ્મુ-કાશ્મીરમાં મોટી દુર્ઘટના, બસ 300 ફૂટ ઊંડી ખાઈમાં પડી, 36 લોકોના મોત. PM મોદીએ એક્સ-ગ્રેશિયાની કરી જાહેરાત.

સોશિયલ મીડિયા યુઝર્સની પ્રતિક્રિયા કેવી છે?

વીડિયોમાં આગળ જોવામાં આવે છે કે નાના પાટેકરે તેને ટપલી માર્યા બાદ તેનો બોડીગાર્ડ ફેનને ખરાબ રીતે બાજુ પર ખેંચે છે. આ વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે અને યુઝર્સ તેના પર પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે. મોટા ભાગના યુઝર્સ નાના પાટેકરને સોશિયલ મીડિયા પર ટ્રોલ કરી રહ્યા છે. કેટલાક સોશિયલ મીડિયા યુઝર્સે તો નાનાની ધરપકડની માંગ પણ કરી છે. જ્યારે કેટલાક કહે છે કે લોકોએ જ તેમને માથે ચઢાવ્યા છે. જો કે, આ વચ્ચે કેટલાક લોકોએ અભિનેતાનો પક્ષ પણ લીધો છે અને કહ્યું છે કે શૂટિંગની વચ્ચે પ્રવેશવું ખોટું હતું.

Ahaan Panday: અહાન પાંડેના હાથમાં લાગ્યો મોટો જેકપોટ! યશરાજ બેનર હેઠળ મોહિત સૂરી સાથે કરશે નવી રોમ-કોમ ફિલ્મ
Chand Mera Dil Title Track Out:રોમાન્સનો નવો અવતાર: ‘ચાંદ મેરા દિલ’નું ટાઈટલ ટ્રેક રિલીઝ, અનન્યા અને લક્ષ્યની કેમિસ્ટ્રીએ સોશિયલ મીડિયા પર લગાવી આગ
Yeh Rishta Kya Kehlata Hai Twist: ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’ માંથી રાતોરાત આ લોકપ્રિય અભિનેત્રી આઉટ, મેકર્સના નિર્ણયથી ફેન્સ સ્તબ્ધ
Hai Jawani Toh Ishq Hona Hai Teaser:’હૈ જવાની તો ઇશ્ક હોના હૈ’માં વરુણ ધવનનો રોમેન્ટિક અંદાજ, મૃણાલ-પૂજા સાથેની કેમિસ્ટ્રીએ મચાવી ધૂમ
Exit mobile version