News Continuous Bureau | Mumbai
Naseeruddin shah: નસીરુદ્દીન શાહ બોલિવૂડ ના દિગ્ગ્જ કલાકારો માંના એક છે. નસીરુદ્દીન શાહ તેમની સ્પષ્ટવક્તા શૈલી માટે પણ જાણીતા છે. નસીરુદ્દીન શાહે 100 થી વધુ ફિલ્મો માં કામ કર્યું છે. તાજેતરમાં જ અભિનેતાએ હિન્દી સિનેમામાં બની રહેલી ફિલ્મો વિશે ખુલીને વાત કરી હતી. જે બાદ થી તેઓ ચર્ચામાં આવ્યા છે.
આ સમાચાર પણ વાંચો : Elvish yadav: બિગ બોસ ઓટીટી 2 વિજેતા એલ્વિશ યાદવ ની મુશ્કેલી વધી, એફએસએલ ની તપાસ માં થયો મોટો ખુલાસો, જાણો સમગ્ર મામલો
નસીરુદ્દીન શાહે હિન્દી સિનેમા વિશે કરી વાત
નસીરુદ્દીન શાહે તાજેતરમાં એક ઇવેન્ટ માં ભાગ લીધો હતો. આ કાર્યક્રમ દરમિયાન નસીરુદ્દી શાહે કહ્યું કે હિન્દી ફિલ્મ નિર્માતાઓ છેલ્લા 100 વર્ષથી એક જ ફિલ્મો બનાવી રહ્યા છે. આ વિશે તેમને કહ્યું, “તે મને નિરાશ કરે છે કે અમે હિન્દી સિનેમાના 100 વર્ષ પૂરા કરવા પર ગર્વ અનુભવીએ છીએ, પરંતુ વાસ્તવમાં અમે એક જ પ્રકારની ફિલ્મો બનાવીએ છીએ. મેં હિન્દી ફિલ્મો જોવાનું બંધ કરી દીધું છે. મને તે હવે ગમતી નથી. બિલકુલ સારી નથી લાગતી.હિન્દી સિનેમા માટે એક આશા એ છે કે હવે આપણે એ ફિલ્મોને પૈસા કમાવવાના સાધન તરીકે જોવાનું બંધ કરી દઈએ. પણ મને લાગે છે કે હવે ઘણું મોડું થઈ ગયું છે. હવે કોઈ ઉકેલ બચ્યો નથી, કારણ કે હજારો લોકો જે પ્રકારની ફિલ્મો જોતા હશે તે પ્રકારની ફિલ્મો બનતી રહેશે અને તે લોકો તેને જોતા રહેશે. તેથી જે લોકો ગંભીર ફિલ્મો બનાવવા માગે છે, તેમની જવાબદારી છે કે તેઓ તેમનામાં આજની વાસ્તવિકતા બતાવે અને એવી રીતે બતાવે કે કોઈ તેમના દરવાજે ખટખટાવતું ન આવે.”