News Continuous Bureau | Mumbai
National film award: દેશ ની રાજધાની દિલ્હી માં નેશનલ ફિલ્મ એવોર્ડ નું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઇવેન્ટ માં બોલિવૂડ થી લઈને સાઉથ ના સેલેબ્રીટી એ ભાગ લીધો હતો.આ દરમિયાન બોલિવૂડ સેલેબ્સને નેશનલ ફિલ્મ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ સેરેમની માં સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણીની ફિલ્મ શેરશાહને સ્પેશિયલ જ્યુરી એવોર્ડથી સન્માનિત કરવામાં આવી હતી.આ ફિલ્મ ધર્માં પ્રોડક્શન ના બેનર હેઠળ બની હતી આ માટે આ એવોર્ડ લેવા ફિલ્મમેકર કરણ જોહર આવ્યો હતો. કરણનો એવોર્ડ મેળવતો વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં વિવેક અગ્નિહોત્રી કરણ જોહર ને એવોર્ડ મળતો જોઈ ચહેરાઓ બનાવે છે વિવેક ની આ અભિવ્યક્તિઓ કેમેરા માં કેદ થઇ હતી.
વિવેક અગ્નિહોત્રી ના એક્સપ્રેશન નો વિડીયો થયો વાયરલ
વાસ્તવમાં સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણીની ફિલ્મ શેરશાહને સ્પેશિયલ જ્યુરી એવોર્ડથી સન્માનિત કરવામાં આવી હતી. આ ફિલ્મ ને ધર્માં પ્રોડક્શને પ્રોડ્યૂસ કરી હતી એટલા માટે તેને લેવા કરણ જોહર પહોંચ્યો હતો. કરણ જોહરે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ પાસેથી એવોર્ડ મેળવતાની સાથે જ વિવેક અગ્નિહોત્રીએ આ જોઈને ચહેરો બનાવ્યો. વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે કરણ સ્ટેજ પર જાય છે કે તરત જ વિવેક સ્ટેજથી દૂર જુએ છે અને આંખો પહોળી કરી ને વિચિત્ર એક્સપ્રેશન આપે છે. જાણે તેને કરણ જોહર ને એવોર્ડ મળવો બિલકુલ પસંદ ના આવ્યો હોય. વિવેકની આ પ્રતિક્રિયા જોઈને યુઝર્સ તેને સોશિયલ મીડિયા પર ટ્રોલ કરી રહ્યા છે.
President Droupadi Murmu presents the Special Jury Award to producer Karan Johar for the film Shershaah at the 69th National Film Awards 🏆🎥@nfdcindia @official_dff @MIB_India #NFAonDD #NationalFilmAwards #NFA #NFDC #KaranJohar pic.twitter.com/IsUFmNSZJS
— DD News (@DDNewslive) October 17, 2023
તમને જણાવી દઈએ કે વિવેક અગ્નિહોત્રીને ફિલ્મ ધ કાશ્મીર ફાઇલ્સ માટે નેશનલ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યો હતો. ધ કાશ્મીર ફાઇલ્સે નેશનલ ઇન્ટિગ્રેશન કેટેગરીમાં શ્રેષ્ઠ ફિચર ફિલ્મ માટે નરગીસ દત્ત એવોર્ડ જીત્યો છે.
આ સમાચાર પણ વાંચોઃ Hema Malini Birthday: વધારે પડતી પતલી હોવાના રિજેક્ટ થઇ હતી હેમા માલિની, પછી આ રીતે બની બોલિવુડની ડ્રિમ ગર્લ