News Continuous Bureau | Mumbai
પંજાબ વિધાનસભાના પરિણામો બાદ કોંગ્રેસ નેતા નવજોત સિંહ સિદ્ધુ જમીન પર આવી ગયા છે. સિદ્ધુએ પાર્ટી બદલીને બધાની સામે બળવો કર્યો, પરંતુ આ પછી પણ તેઓ CMની ખુરશી મેળવી શક્યા નહીં. ચૂંટણી હાર્યા બાદ હવે ચારેબાજુ તેમની મજાક ઉડાવવામાં આવી રહી છે. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે તેમની રાજકીય કારકિર્દી હવે પૂરી રીતે પૂરી થઈ ગઈ છે અને તેથી જ તે હવે ‘ધ કપિલ શર્મા શો’માં વાપસી કરવા જઈ રહ્યા છે.
એક તરફ ચૂંટણીનું પરિણામ જાહેર થયું અને બીજી તરફ ‘ધ કપિલ શર્મા શો’ અંગે પણ સ્પષ્ટતા થઈ. જી હા. હવે ન તો સિદ્ધુ પંજાબના CMની ખુરશી મેળવી શકશે અને ન તો કપિલના શોની ખુરશી મેળવી શકશે. ફિલ્મ નિર્માતા અશોક પંડિતે ટ્વીટ કરીને સ્પષ્ટ કર્યું છે કે નવજોત સિંહ સિદ્ધુ ઈચ્છે તો પણ ‘ધ કપિલ શર્મા શો’માં પાછા નહીં આવી શકે. એક ટ્વીટમાં તેણે લખ્યું કે, ‘ધ કપિલ શર્મા શોમાં નવજોત સિંહ સિદ્ધુની વાપસીથી જે પણ ચિંતિત છે. હું તેમને જણાવી દઉં કે ફેડરેશન ઓફ વેસ્ટર્ન ઈન્ડિયા સિને એમ્પ્લોઈઝે પાકિસ્તાનને સમર્થન આપવા બદલ નવજોત સિંહ સિદ્ધુ વિરુદ્ધ અસહકાર જાહેર કર્યો છે અને તેનો સ્પષ્ટ અર્થ છે કે તે “ધ કપિલ શર્મા શો” નહીં કરી શકે.’
આ સમાચાર પણ વાંચો :પલક તિવારીએ મોનોકીની માં પોઝ આપીને ગરમાવ્યો ઈન્ટરનેટ નો પારો, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના; જુઓ ફોટોગ્રાફ્સ
અશોક પંડિતના આ ટિ્વટ બાદ નવજાેત સિંહ સિદ્ધુને ચાહનારા લોકો ચોક્કસપણે નિરાશા થશે. ૧૦ માર્ચનો દિવસ સિદ્ધુના જીવનમાં ઘેરો અંધકાર લાવ્યો છે. આમ આદમી પાર્ટીએ જે રીતે પંજાબમાં પોતાની જીત લહેરાવી છે અને અન્ય તમામ પાર્ટીઓને મ્હાત આપી છે.પરંતુ આ દરમિયાન જાે કોઈને સૌથી વધુ ટ્રોલ કરવામાં આવી રહ્યા છે તો તે છે નવજોત સિંહ સિદ્ધુ. KRKએ પણ સિદ્ધુને રાજનીતિકાર ગણાવ્યા અને તેમની ચૂંટણીમાં હારને તેમની રાજકીય કારકિર્દીનો અંત ગણાવ્યો.
