Site icon

Nayanthara Annapurni: ફિલ્મ અન્નપૂર્ણિ નો વિવાદ વધ્યો, નયનતારા અને નિર્માતા વિરુદ્ધ નોંધાઈ એફઆઈઆર, નેટફ્લિક્સ એ લીધું આ પગલું

Nayanthara Annapurni: નયનતારા ની ફિલ્મ અન્નપૂર્ણિ જ્યારથી રિલીઝ થઇ છે ત્યારથી તે વિવાદોમાં છે. અન્નપૂર્ણિ પરનો વિવાદ વધતા તેને નેટફ્લિક્સ પરથી હટાવી દેવામાં આવી છે તેમજ નિર્માતાઓએ હિંદુઓની ભાવનાઓને ઠેસ પહોંચાડવા બદલ દર્શકોની માફી પણ માંગી છે.

nayanthara and producer registered fir for disrespecting lord ram

nayanthara and producer registered fir for disrespecting lord ram

News Continuous Bureau | Mumbai

Nayanthara Annapurni: અયોધ્યા માં એકબાજુ રામ મંદિર ના પ્રાણ પ્રતિષ્ઠા ની તૈયારીઓ ચાલી રહી છે તો બીજી તરફ સાઉથ અભિનેત્રી નયનતારા ની ફિલ્મ અન્નપૂર્ણિ નો વિવાદ વધતો જાય છે. મીડિયા રિપોર્ટ અનુસાર ફિલ્મની લીડ એક્ટ્રેસ નયનતારા વિરુદ્ધ FIR નોંધવામાં આવી છે. રિપોર્ટ અનુસાર, મધ્યપ્રદેશના જબલપુરમાં એક સંગઠને નયનતારા વિરુદ્ધ FIR દાખલ કરી છે. ફરિયાદમાં અભિનેત્રી પર આરોપ છે કે તેણે ભગવાન રામનું અપમાન કર્યું છે. તેનાથી હિંદુઓની ધાર્મિક લાગણીઓને પણ ઠેસ પહોંચી છે.ફિલ્મ દ્વારા ‘લવ જેહાદ’ને પ્રમોટ કરવાના આરોપો પણ લાગ્યા છે. આ મામલો સતત વધી રહ્યો છે.આ ઉપરાંત મુંબઈ પોલીસે નિર્માતાઓ વિરુદ્ધ પણ એફઆઈઆર નોંધી છે. ફિલ્મ અન્નપૂર્ણિ ની વિરુદ્ધ અનેક ફરિયાદો બાદ નેટફ્લિક્સ ઈન્ડિયાએ ફિલ્મને OTT પ્લેટફોર્મ પરથી હટાવી દીધી છે.

Join Our WhatsApp Community

 

ભગવાન રામ ના સીન પર મચ્યો હંગામો 

ફિલ્મ અન્નપૂર્ણિ માં નયનતારા એ શેફ ની ભૂમિકા ભજવી છે. તે બ્રાહ્મણ છે અને મંદિરના પૂજારીની પુત્રી છે. ફિલ્મ ના એક દ્રશ્યમાં ફિલ્મનો મુખ્ય અભિનેતા ફરહાન નયનતારાને માંસ ખાવા માટે ઉશ્કેરતો જોવા મળે છે. તે કહે છે કે ભગવાન રામ, લક્ષ્મણ અને માતા સીતાએ તેમના વનવાસ દરમિયાન માંસ ખાધું હતું. જો વાલ્મીકિની રામાયણમાં લખ્યું છે તો તું માંસ કેમ નથી ખાઈ શકતી? આ સીન અને ડાયલોગને લઈને હોબાળો મચી ગયો છે.


આ ટીકા બાદ ઝી સ્ટુડિયોએ કહ્યું, ‘ફિલ્મના સહ-નિર્માતા તરીકે, અમારો હિંદુઓ અને બ્રાહ્મણ સમુદાયની ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડવાનો કોઈ ઈરાદો નથી અને અમે સંબંધિત સમુદાયોની લાગણી અને અસુવિધા માટે માફી માગીએ છીએ.’ આ ઉપરાંત નિર્માતાઓએ સ્પષ્ટપણે જણાવ્યું છે કે ‘વાંધાજનક દ્રશ્યને સંપાદિત કરવામાં આવશે અને જ્યાં સુધી જરૂરી ફેરફાર કરવામાં ન આવે ત્યાં સુધી ફિલ્મ નેટફ્લિક્સ પરથી હટાવી દેવામાં આવી છે. ફેરફાર બાદ જ દર્શકો ફિલ્મને OTT પ્લેટફોર્મ પર જોઈ શકશે.’

આ સમાચાર પણ વાંચો : Janhvi kapoor: લક્ષદ્વીપ કોન્ટ્રોવર્સી માં પીએમ મોદી ના સમર્થન માં આવી જ્હાન્વી કપૂર, બિકીની તસવીર શેર કરી કહી આ વાત

 

Shilpa Shetty 60 Crore Fraud Case: શિલ્પા શેટ્ટીનો પલટવાર: ‘મારું નામ ખોટી રીતે બદનામ કરવામાં આવ્યું છે’, 60 કરોડની છેતરપિંડીના કેસમાં એક્ટ્રેસની સફાઈ
Shahrukh khan: અબરામના ફંક્શનમાં કિંગ ખાનનો જલવો: શાહરૂખ ખાન પત્ની ગૌરી અને પુત્રી સુહાના સાથે પુત્રને ચીયર કરવા પહોંચ્યો, જુઓ ‘પઠાણ’નો સ્વેગ
Abhishek-Aishwarya: છૂટાછેડાની અફવાઓ વચ્ચે બચ્ચન પરિવારનો ધડાકો: આરાધ્યાના ફંક્શનમાં ઐશ્વર્યાનો હાથ પકડીને પહોંચ્યો અભિષેક, સાથે જોવા મળ્યા બિગ બી!
Dharmendra Hema Malini: ધર્મેન્દ્ર પછી બદલાઈ ગયું સમીકરણ? હેમા માલિની અને દેઓલ પરિવારના સંબંધો પર શોભા ડેના દાવાએ વધારી સનસનાટી
Exit mobile version