News Continuous Bureau | Mumbai
Aishwarya rai bachchan :વર્ષ 1993 માં આવેલી યશ ચોપરાની ફિલ્મ ‘ડર‘ કલ્ટ હિટ રહી હતી. આ ફિલ્મમાં શાહરૂખ ખાન, સની દેઓલ અને જુહી ચાવલા મહત્વની ભૂમિકામાં જોવા મળ્યા હતા. હવે, ફિલ્મની રજૂઆતના લગભગ 30 વર્ષ પછી, કોસ્ચ્યુમ ડિઝાઇનર નીતા લુલ્લાએ ખુલાસો કર્યો છે કે ઐશ્વર્યા રાય વાસ્તવમાં યશ ચોપરાની સુપરહિટ ફિલ્મ માટે પ્રથમ પસંદગી હતી. તો પછી શું થયું કે ઐશ્વર્યાને બદલે જુહી ચાવલાને ફિલ્મમાં સાઈન કરવામાં આવી?
નીતા લુલ્લા એ ઐશ્વર્યા ના ફિલ્મ ‘ડર‘ ના કાસ્ટિંગ વિશે કર્યો ખુલાસો
એક ઈન્ટરવ્યુ દરમિયાન નીતાએ જણાવ્યું કે તે પહેલીવાર ઐશ્વર્યા રાય બચ્ચનને યશ ચોપરાની ઓફિસમાં મળી હતી. ત્યાં યશ અને ઐશ્વર્યા ફિલ્મ ‘ડર’ના કાસ્ટિંગને લઈને એકબીજાની વચ્ચે વાત કરી રહ્યા હતા. નીતાએ જણાવ્યું કે બાદમાં તેને યશ ચોપરા નો ફોન આવ્યો અને તેણે ઐશ્વર્યા રાય સાથે લુક ટેસ્ટ કરાવવા માટે કહ્યું. બાદમાં યશ અને નીતાએ તેના વિશે વાત કરી અને નક્કી થયું કે લુક ટેસ્ટમાં ઐશ્વર્યા રાય ખૂબ જ સુંદર લાગી રહી છે.પાછળથી યશ ચોપરાએ નીતાને કહ્યું કે ઐશ્વર્યા રાય તેના મિસ વર્લ્ડ સ્પર્ધા માટે જઈ રહી હોવાથી વસ્તુઓ કામ કરશે નહીં. આ રીતે ઐશ્વર્યા તેના મિસ વર્લ્ડ સ્પર્ધામાં ગઈ અને જુહી ચાવલાને શાહરૂખ ખાનની સુપરહિટ ફિલ્મ ‘ડર’ મળી. રસપ્રદ વાત એ હતી કે ઐશ્વર્યા રાયે મિસ વર્લ્ડનો ખિતાબ જીત્યો હતો અને ત્યારપછી તેને એકથી વધુ ફિલ્મોની ઓફર આવી હતી જેમાં તેણે અજાયબીઓ કરી હતી.
આ સમાચાર પણ વાંચો : Mumbai Rains: હવામાન વિભાગની આગાહી… મુંબઈમાં વરસાદે સૌથી જુનો જુલાઈનો રેકોર્ડ તોડ્યો.. રાજ્યમાં વરસાદી રેડ એલર્ટ યથાવત… આજે શાળાઓ, કોલેજો બંધ રહેશે
નીતા લુલ્લા બની ઐશ્વર્યા રાય ની ફેશન ડિઝાઈનર
મણિરત્નમની ઇરુવર, જીન્સ, ‘આ અબ લૌટ ચલેં’ ઉપરાંત ઐશ્વર્યા રાયે ‘હમ દિલ દે ચૂકે સનમ’, ‘તાલ’ અને ‘દેવદાસ’ જેવી બોલિવૂડ ફિલ્મોમાં પણ કામ કર્યું હતું. બાદમાં નીતાએ ફિલ્મ જીન્સ માટે ઐશ્વર્યા રાય બચ્ચનનો આઉટફિટ ડિઝાઇન કર્યો હતો. ઐશ્વર્યાએ તેને આખી ફિલ્મ માટે તેના કપડા ડિઝાઇન કરવાનું કહ્યું અને નીતાએ તે જ કર્યું. તમને જણાવી દઈએ કે ઐશ્વર્યા રાય એ તેના લગ્ન માં નીતા લુલ્લા ધવરા ડિઝાઇન કરવામાં આવેલ આઉટફિટ પહેર્યા હતા.