News Continuous Bureau | Mumbai
નેહા કક્કર(Neha Kakkar) અને ફાલ્ગુની પાઠક(Falguni Pathak) વચ્ચે આજકાલ કંઈ સારું નથી ચાલી રહ્યું. તાજેતરમાં નેહાનું ગીત 'ઓ સજના' (O Sajna') રિલીઝ થયું હતું, જે ફાલ્ગુનીના ગીત 'મૈંને પાયલ હૈ છનકાઈ’ નું(Maine Payal Hai Chankai') રિમિક્સ વર્ઝન(Remix version) છે. ત્યારથી, બંને વચ્ચે ઇન્સ્ટા(Insta ) ફેટ શરૂ થયું, જેણે બધાનું ધ્યાન ખેંચ્યું. હવે નેહા અને ફાલ્ગુની આ વિવાદ ની વચ્ચે બન્ને સાથે જોવા મળ્યા હતા. આ વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.
સોની ટીવીએ(Sony TV) ઈન્ડિયન આઈડલ સીઝન 13નો(Indian Idol Season 13) પ્રોમો વીડિયો(Promo video) ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કર્યો છે. આમાં નેહા કક્કડ કહે છે કે, આ ખૂબ જ સારો દિવસ છે, આજે અમે માતા રાનીનું નામ લઈને થિયેટર રાઉન્ડની શરૂઆત કરીએ છીએ. સુપ્રસિદ્ધ ફાલ્ગુની પાઠક મેમ આજે આપણી વચ્ચે આવી ગયા છે. જે પછી ફાલ્ગુની ગીત ગાય છે અને બધા તેના ગીત પર ગરબા રમે છે.આ વીડિયોના કેપ્શનમાં લખવામાં આવ્યું છે કે, ફાલ્ગુની પાઠક સાથે ઈન્ડિયન આઈડલના સ્ટેજ પર ગરબા રાત યોજાશે! થિયેટર રાઉન્ડમાં Indian Idol 13 જુઓ. આ વીડિયો વાયરલ થતાં જ મીડિયા યુઝર્સે તેના પર કોમેન્ટ કરવાનું શરૂ કરી દીધું હતું. એક મીડિયા યુઝરે લખ્યું, 'નેહા કક્કર તેની સામે કંઈ નથી.' અન્ય એક યુઝરે લખ્યું, આ લોકો ગીતને ફેમસ કરવા માટે શું કરે છે. પહેલા, તેઓ સોશિયલ મીડિયા પર લડીને બધાનું ધ્યાન ખેંચે છે અને પછી ટીવી પર સાથે પરફોર્મ કરે છે. શું દેખાડો છે.
આ સમાચાર પણ વાંચો : તબ્બુએ એક મેક-અપ આર્ટિસ્ટની સલાહ પર 50000ની ફેસ ક્રીમ ખરીદી- પછી કંઈક આવું જ થયું
ઉલ્લેખનીય છે કે એક મીડિયા હાઉસ સાથે વાત કરતા ફાલ્ગુની પાઠકે નેહા કક્કડના ગીત પર કહ્યું હતું કે, મને તે પસંદ નથી આવ્યું. હું એવું મહેસુસ કરતી હતી કે મને ઉલ્ટી થવાની હતી, અને તે થઈ ગયું. વીડિયો અને પિક્ચરાઇઝેશનમાં જે નિર્દોષતા હતી તે આ ગીતમાં સંપૂર્ણપણે નાશ પામી છે. રીમિક્સ થઈ રહ્યા છે પરંતુ તે સારી રીતે કરો. જો તમારે યુવા પેઢી સુધી પહોંચવું હોય તો ગીતનો ટેમ્પો બદલો, પણ તેને સસ્તો ન બનાવો.