News Continuous Bureau | Mumbai
બોલિવૂડની(Bollywood) જાણીતી અભિનેત્રી જેકલીન ફર્નાન્ડીઝ (Jacqueline Fernandez) અને મહાઠગ સુકેશ ચંદ્રશેખરનો(Sukesh Chandrasekhar) કેસ જોર પકડી રહ્યો છે. ગત દિવસે જેકલીન ફર્નાન્ડીઝની દિલ્હી પોલીસે(Delhi Police) આ સંબંધમાં લગભગ 8 કલાક સુધી પૂછપરછ કરી હતી. જેકલીન ફર્નાન્ડીઝ ઉપરાંત અભિનેત્રી નોરા ફતેહીનું (Nora Fatehi) નામ પણ સામે આવ્યું છે, જેની આજે આ કેસમાં પૂછપરછ થવાની છે. પરંતુ ચોંકાવનારી વાત એ છે કે સુકેશ ચંદ્રશેખર સાથે જોડાયેલા મામલામાં કેટલીક ટીવી સુંદરીઓના(TV Actress) નામ પણ સામે આવ્યા છે, જેમણે ન માત્ર ઠગ સુકેશ ચંદ્રશેખર પાસેથી મોંઘી ભેટ લીધી હતી પરંતુ તેને તિહાર જેલમાં પણ મળી હતી.
એક મીડિયા હાઉસ ના અહેવાલ મુજબ, તિહાર જેલમાં(tihar jail) સુકેશ ચંદ્રશેખરને મળેલી આ ટીવી સુંદરીઓમાં 'બિગ બોસ 14'(Bigg Boss 14)ની નિક્કી તંબોલી(nikki tamboli) અને ટીવી અભિનેત્રી ચાહત ખન્નાનો(chahatt khanna) સમાવેશ થાય છે. આ સિવાય તિહાર જેલમાં સુકેશને મળનારી સુંદરીઓમાં મોડલ સોફિયા સિંહ અને અરુષા પાટીલનું (Sophia Singh and Arusha Patil) નામ પણ સામે આવ્યું છે. રિપોર્ટ્સમાં કહેવામાં આવી રહ્યું છે કે આ ચાર સુંદરીઓ ની મુલાકાત સુકેશ સાથે બીજા કોઈએ નહિ પરંતુ તેની સહયોગી પિંકી ઈરાની(Pinky Irani) એ કરાવી હતી.. સુકેશ ચંદ્રશેખરને મળવાના બદલામાં તેને મોંઘી બેગ, ઘડિયાળો, પરફ્યુમ અને અન્ય વસ્તુઓ મળતી હતી.ચાર્જશીટ અનુસાર, નિક્કી તંબોલી વર્ષ 2018માં સુકેશ ચંદ્રશેખરને કથિત રીતે બે વાર મળી હતી. જ્યારે તેની પહેલી મુલાકાત પિંકી ઈરાની સાથે થઈ હતી, બીજી વખત તે સુકેશને એકલી મળી હતી. પહેલી મીટિંગમાં નિક્કી તંબોલીને દોઢ લાખ રૂપિયા રોકડા મળ્યા, જ્યારે બીજી મીટિંગમાં તેને ગુચીની બેગ અને બે લાખ રૂપિયા રોકડા મળ્યા હતા.
આ સમાચાર પણ વાંચો : Taarak Mehta Ka Ooltah Chashmah- મહેતા સાહેબ આવ્યા પછી પણ શોમાંથી ગાયબ છે જેઠાલાલ- કારણે દેખાતા નથી દિલીપ જોશી
નિક્કી તંબોલીએ પણ સુકેશ ચંદ્રશેખરના સંબંધમાં નિવેદન નોંધ્યું હતું. તેણે કહ્યું હતું કે પિંકીએ સુકેશને સાઉથનો ફિલ્મ પ્રોડ્યુસર કહીને તેનો પરિચય કરાવ્યો હતો. આ સાથે અભિનેત્રીએ ખુલાસો કર્યો કે ચાહત પોતે પણ સુકેશને મળવા તિહાર જેલમાં આવી હતી, જેના બદલામાં તેને 2 લાખ રૂપિયા રોકડા અને ઘડિયાળ મળી હતી.
