Site icon

રામાયણના VFX માટે નિતેશ તિવારીએ આ ભવ્ય કંપની સાથે મિલાવ્યા હાથ, મેગા સેટ-બિગ સ્ટાર કાસ્ટ સાથે બનશે ભારત ની સૌથી મોટી ફિલ્મ

અત્યાર સુધીની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ દંગલના દિગ્દર્શક નિતેશ તિવારી ફરી એકવાર મેદાનમાં ઉતર્યા છે. જો રિપોર્ટ્સનું માનીએ તો તે રામાયણ બનાવી રહ્યા છે, જેને ભારતની સૌથી મોટી ફિલ્મ કહેવામાં આવી રહી છે.

nitesh tiwari collaborate with brahmastra vfx expert namit malhotra for film ramayan its india's biggest film

રામાયણના VFX માટે નિતેશ તિવારીએ આ ભવ્ય કંપની સાથે મિલાવ્યા હાથ, મેગા સેટ-બિગ સ્ટાર કાસ્ટ સાથે બનશે ભારત ની સૌથી મોટી ફિલ્મ

News Continuous Bureau | Mumbai

બોક્સ ઓફિસ પર રેકોર્ડબ્રેક ફિલ્મ દંગલના ડિરેક્ટર નિતેશ તિવારીએ રામાયણ બનાવવાનો મેગા પ્લાન બનાવ્યો છે. રિપોર્ટ્સનું માનીએ તો તેને ભારતની સૌથી મોટી ફિલ્મ કહેવામાં આવી રહી છે. રામાયણ મેકર્સ મેગા સેટ, બિગ સ્ટાર કાસ્ટ અને VFXની ઓસ્કાર વિનિંગ કંપની સાથે બનાવવામાં આવશે. નિર્માતા નમિત મલ્હોત્રા ભારતની સૌથી મોટી ફિલ્મોમાંથી એકનું નિર્માણ કરવા માટે તૈયાર છે. નિતેશ તિવારી દ્વારા નિર્દેશિત, આ મહાકાવ્ય એક એપિક માઈથોલોજિકલ ફિલ્મ બનવા જઈ રહી છે, જે ભારતીય સિનેમામાં હજુ સુધી બન્યું નથી.

Join Our WhatsApp Community

 

ઓસ્કાર વિજેતા આ કંપની કરશે રામાયણ માં VFX નું કામ 

એવું કહેવામાં આવી રહ્યું છે કે રામાયણને મોટા પાયા પર બનાવવામાં આવશે, જેમાં ઉચ્ચ ઓક્ટેન વિઝ્યુઅલ્સ હશે જે પહેલાં ક્યારેય જોવા મળ્યા નથી. આ ફિલ્મ અત્યાધુનિક સાધનો, ટેક્નિક અને ઈફેક્ટ્સથી બનાવવામાં આવશે. ડિરેક્ટર નિતેશ તિવારી વિશ્વભરના નિષ્ણાતોની સૌથી મોટી ટીમ સાથે કામ કરી રહ્યા છે. રામાયણની દુનિયા બનાવવા માટે એક ભવ્ય VFX ટીમ, સૌથી મોટી કાસ્ટ અને મેગા સેટનું આયોજન કરવામાં આવી રહ્યું છે. તમને જણાવી દઈએ કે રામાયણમાં VFX પર વિશેષ ધ્યાન આપવામાં આવશે અને આ માટે નિર્માતાઓએ કંપની ડબલ નેગેટિવની પસંદગી કરી છે, જે 7 વખત ઓસ્કાર જીતી ચૂકી છે. નમિત મલ્હોત્રાની આ જ કંપનીએ ડ્યુન, ઇન્ટરસ્ટેલર અને બ્રહ્માસ્ત્ર જેવી ફિલ્મો માટે VFX ડિઝાઇન કરી હતી. તમને જણાવી દઈએ કે તેમની કંપનીને X Machina, Blade Runner 2049, Dune, Tenet, Inspiration, Interstellar અને First Man માટે VFX ડિઝાઇન કરવા માટે ઓસ્કાર મળ્યો છે.

 

રામાયણ બનશે ભારત ની સૌથી મોટી ફિલ્મ 

રામાયણ સાથે સંકળાયેલા એક સૂત્રનું કહેવું છે કે- “રામાયણ ભારતની સૌથી મોટી ફિલ્મોમાંની એક બનવા જઈ રહી છે. દેશના શ્રેષ્ઠ દિગ્દર્શકોમાંના એક નિતેશ તિવારી આ ફિલ્મ પર સખત મહેનત કરી રહ્યા છે. આ માટે રણબીર કપૂર અને આલિયા ભટ્ટની પસંદગી કરવામાં આવી છે. લીડ રોલમાં.બંને સ્ટાર્સ ઘણી વખત નિતેશ તિવારીની ઓફિસની બહાર જોવામાં આવ્યા છે.જો કે હજુ સુધી બંનેના નામની સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.આપને જણાવી દઈએ કે ફિલ્મનું શૂટિંગ આ વર્ષના અંત સુધી માં શરૂ થશે..

આ સમાચાર પણ વાંચો: યે રિશ્તા ક્યા કહેલાતા હૈમાં થશે વિલનની એન્ટ્રી! હાઈ-વોલ્ટેજ ડ્રામાનો શિકાર બનશે અભિમન્યુ-અક્ષરા

Archana Puran Singh: અર્ચના પુરણ સિંહ ગંભીર બીમારીનો શિકાર, પુત્રએ સોશિયલ મીડિયા પર શેર કરી ભાવુક પોસ્ટ
Cheekatilo Trailer Released: શોભિતા ધુલીપાલાનો નવો ખતરનાક અંદાજ! ‘ચીકાટિલો’ માં પોડકાસ્ટર બની ઉકેલશે સીરીયલ કિલરના રહસ્ય, જુઓ હૃદયના ધબકારા વધારતું ટ્રેલર
Indian Idol 3 Winner Prashant Tamang Passes Away: પહાડોનો અવાજ શાંત થયો! પ્રશાંત તમાંગના નિધનથી દેશભરમાં શોક, પત્નીએ ખોલ્યું સિંગરના અચાનક વિદાયનું રહસ્ય
Toxic: યશની ‘ટોક્સિક’ ના ટીઝરથી મચ્યો હંગામો! બોલ્ડ સીન્સ જોઈ મહિલાઓ લાલઘૂમ, પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો મામલો
Exit mobile version