News Continuous Bureau | Mumbai
Ramayan: નિતેશ તિવારી ની રામાયણ તેની સ્ટારકાસ્ટ ને કારણે ચર્ચામાં રહે છે. મીડિયા માં ફિલ્મ ને સ્ટારકાસ્ટ ને લઈને એવા એહવાલ આવ્યા હતા કે, આ ફિલ્મ માં રણબીર કપૂર ભગવાન રામ ની ભુમિકા માં અને સાઈ પલ્લવી માતા સીતા ની ભૂમિકા માં જોવા મળશે. આ ઉપરાંત રાવણ ના રોલ માં યશ, વિભીષણ ના રોલ માં વિજય સેતુપતિ અને હનુમાન ના રોલ માં સની દેઓલ જોવા મળશે. હવે લેટેસ્ટ મીડિયા રિપોર્ટ મુજબ જ્હાન્વી કપૂર સીતાનું પાત્ર ભજવશે.
આ સમાચાર પણ વાંચો : Poonam pandey: લોકો ની આકરી ટીકા થી કંટાળી ગઈ પૂનમ પાંડે, એક નોટ શેર કરી કહી આવી વાત
જ્હાન્વી કપૂર ભજવશે માતા સીતા ની ભૂમિકા!
મીડિયા માં ફિલ્મ રામાયણ ની સ્ટારકાસ્ટ ને લઈને રોજ નવા અપડેટ સામે આવતા રહે છે. આ ફિલ્મ માં ભગવાન રામ ની ભૂમિકા માટે રણબીર કપૂર ને ફાઇનલ કરવામાં આવ્યો છે. અને માતા સીતા ની ભૂમિકા માટે સાઈ પલ્લવી નું નામ સામે આવ્યું હતું પરંતુ હવે મીડિયા ના લેટેસ્ટ રિપોર્ટ મુજબ માતા સીતા ની ભૂમિકા માટે જ્હાન્વી કપૂર ની પસંદગી કરવામાં આવી છે. સૂત્રના જણાવ્યા અનુસાર, જ્હાન્વી એ નીતિશ સાથે ફિલ્મ ‘બવાલ’ માં કામ કર્યું છે અને તેને લાગે છે કે તે સીતાના રોલમાં તે ફિટ થશે.જો કે આ સમાચાર અંગે હજુ સુધી કોઈ પુષ્ટિ થઈ નથી.