News Continuous Bureau | Mumbai
Nitin Desai Suicide Case : હિન્દી સિનેમાના જાણીતા આર્ટ ડાયરેક્ટ(art director)ર નીતિન દેસાઈના નિધન પર લોકોને વિશ્વાસ કરવો હજુ પણ મુશ્કેલ થઈ રહ્યો છે. નીતિને 2 ઓગસ્ટ, 2023ના રોજ પોતાના સ્ટુડિયોમાં ફાંસી લગાવીને આત્મહત્યા કરી લીધી હતી. નીતિનની આત્મહત્યા બાદ મીડિયામાં એવા અહેવાલો આવ્યા હતા કે તેણે આર્થિક સંકડામણના કારણે આત્મહત્યા જેવું મોટું પગલું ભર્યું હતું. આવી સ્થિતિમાં હવે તેમની પુત્રીએ આ મામલે પહેલીવાર મૌન તોડ્યું છે.
નીતિન દેસાઈ ની પુત્રી એ મીડિયા સાથે ની વાતચીત દરમિયાન કર્યો ખુલાસો
નીતિન દેસાઈની પુત્રી(daughter) માનસી દેસાઈ(mansi desai) એ તેના પિતા ના નિધન બાદ મીડિયા સાથે વાત કરી હતી. માનસીએ કહ્યું, ‘પિતાની લોન ના કારણે આપઘાત ની વાત ખોટી છે. તેણે રૂ. 181 કરોડની લોન લીધી હતી, જેમાંથી રૂ. 86.31 કરોડની ચુકવણી કરવામાં આવી હતી. કોવિડ દરમિયાન લોકડાઉનના કારણે તેમનું કામ બંધ થઈ ગયું હતું, જેના કારણે નિયમિતપણે બાકીના પૈસા આપવામાં મોડું થયું હતું. આ પછી, તેમને ધિરાણકર્તાઓને આપેલા વચન મુજબ તેમની બાકી રકમ ચૂકવવા જઈ રહ્યા હતા, પરંતુ જ્યારે તેમેણે 4 મહિનાનું વ્યાજ માંગ્યું, ત્યારે પાપા એ તે ચૂકવવા માટે પવઈ માં તેમની ઓફિસ વેચવી પડી. છેતરપિંડી કરવાનો તેમનો કોઈ ઈરાદો નહોતો. તે તેમની લોનના તમામ પૈસા ચૂકવવા જઈ રહ્યા હતા, જે તેમણે વચન આપ્યું હતું.
#WATCH | Today through this press statement I would like to say that my father had no intention to cheat anyone and he was going to make all the payments that he promised. Due to the pandemic, there was no work and the studio was closed. And due to this, he was not able to make… pic.twitter.com/5r898wagH7
— ANI (@ANI) August 5, 2023
નીતિન દેસાઈ ની પુત્રી એ મીડિયા ને કરી વિનંતી
માનસીએ કહ્યું, ‘એક તરફ કંપની પિતાને ખોટુ આશ્વાસન આપી રહી હતી અને બીજી તરફ તેમની સામે કાયદાકીય કાર્યવાહી કરી રહી હતી. પાપા કંપની સાથે માફી માટે વાટાઘાટો કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા જેથી કરીને તેઓ હજુ પણ તેમની બાકી રકમ ચૂકવી શકે, પરંતુ તેઓએ દર વખતે તેમને ખોટા આશ્વાસન આપ્યા. મીડિયાને વિનંતી કરતા માનસીએ કહ્યું કે આવા ખોટા સમાચાર ન ફેલાવો.
આ સમાચાર પણ વાંચો : Assam Polygamy Bill: કોઈ પણ ધર્મ કે જાતિનાં વ્યક્તિ નહીં રાખી શકે એકથી વધારે પત્ની..આ રાજ્યમાં લાગુ થશે કાયદો.. જાણો શું છે આ સંપુર્ણ મુદ્દો…