ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
25 સપ્ટેમ્બર 2020
કોરોના વાયરસ ના કારણે ફિલ્મ ઇન્ડસ્ટ્રીને કરોડો રૂપિયાનું નુકસાન થયું છે. લોકડાઉનના કારણે ઘણી ફિલ્મો તૈયાર હોવા છતાં રિલીઝ કરી શકાઇ નથી. કારણે અમુક ફિલ્મોને ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ કરવી પડી છે. તેવામાં કોરોનાને કારણે નવેમ્બરમાં ગોવામાં યોજાનારો આંતરરાષ્ટ્રીય ફિલ્મ ફેસ્ટિવલ ઓફ ઇન્ડિયા (આઈએફએફઆઈ) મુલતવી રાખવામાં આવ્યો છે. પહેલા આ આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવ 20 થી 28 નવેમ્બર 2020 સુધી યોજવાનો હતો, પરંતુ હવે તે 16 થી 24 જાન્યુઆરી 2021 સુધી યોજાશે. પ્રાપ્ત જાણકારી મુજબ માહિતી અને પ્રસારણ પ્રધાન પ્રકાશ જાવડેકર અને ગોવાના મુખ્ય પ્રધાન ડો.પ્રમોદ સાવંત વચ્ચે એક બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં ફિલ્મ ફેસ્ટિવલની તારીખો અંગે ચર્ચા કરવામાં આવી હતી. બેઠક બાદ માહિતી અને પ્રસારણ પ્રધાન પ્રકાશ જાવડેકરે વધુ વિસ્તરણ અંગે માહિતી આપી હતી.
જાવડેકરે જણાવ્યું હતું કે આ વર્ષે 20 થી 28 નવેમ્બરની જગ્યાએ હવે 51 મી આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવ (આઇએફએફઆઈ) આગામી વર્ષે 16 થી 24 જાન્યુઆરી દરમિયાન ગોવામાં યોજાશે. આ સાથે તેમણે જણાવ્યું હતું કેલ્મ ફેસ્ટિવલનું આયોજન વર્ચ્યુઅલ અને ફિઝિકલ બંને રીતે યોજવામાં આવશે. ઉત્સવમાં, કોરોના સંબંધિત માર્ગદર્શિકાઓનું સખત રીતે પાલન કરવામાં આવશે. આ આયોજન દર વરસે ગોવામાં યોજવામાં આવતો હોય છે.
