News Continuous Bureau | Mumbai
Nora Fatehi: રશ્મિકા મંદન્ના બાદ નોરા ફતેહી ડીપફેક વીડિયોનો શિકાર બની છે. નોરા ફતેહીનો એક ડીપ ફેક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. નોરા ફતેહીએ તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર આ માહિતી આપી છે અને કહ્યું છે કે તે આ વીડિયો જોઈને આશ્ચર્યચકિત થઈ ગઈ છે. તમને જણાવી દઈએ કે, રશ્મિકા મંદન્નાના ડીપફેક વીડિયો બનાવવાના મુખ્ય આરોપીની દિલ્હી પોલીસે આંધ્રપ્રદેશમાંથી ધરપકડ કરી છે. આ દરમિયાન નોરા ફતેહીનો ડીપફેક વીડિયો વાયરલ થઈ રહ્યો છે.
નોરા ફતેહી નો ડીપફેક વિડીયો થયો વાયરલ
નોરા ફતેહીએ એક પોસ્ટ શેર કરી છે. આ પોસ્ટમાં નોરા ફતેહીએ કહ્યું છે કે, ‘હું આઘાતમાં છું. આ હું નથી. નોરા ફતેહીની પોસ્ટમાં જોવા મળી રહ્યું છે કે, નોરા ફતેહી એક પ્રોડક્ટની જાહેરાત કરી રહી છે. જોકે, નોરા ફતેહીના ચહેરાનો ઉપયોગ કરીને એક ડીપફેક વીડિયો બનાવવામાં આવ્યો છે જે વાયરલ થઈ રહ્યો છે. હાલમાં નોરા ફતેહીએ તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ દ્વારા લોકોને કહ્યું છે કે આ એક ફેક વીડિયો છે.
View this post on Instagram
આ વિડિયો જોઈને કોઈને ખ્યાલ ના આવી શકે કે તે ખરેખર નોરા નહીં પણ કોઈ અન્ય છે. બધા આ છોકરીને નોરા ફતેહી સમજી રહ્યા હતા.
આ સમાચાર પણ વાંચો : Tarak Mehta ka ooltah chashmah: તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ના મેકર્સ પર ચઢ્યો રામ ભક્તિ નો રંગ,રામ મંદિર ની પ્રાણ પ્રતિષ્ઠા ના દિવસે કરી રહ્યા છે આ કામ