ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો,
મુંબઈ
05 ફ્રેબ્રુઆરી 2021
ડફ એન્ડ ફેલ્પ્સે 2020માં ભારતની મોસ્ટ વેલ્યુએડ સેલિબ્રિટીની યાદી બહાર પાડી છે. ડફ અને ફેલ્પ્સએ આ રિપોર્ટને 'ઇમ્બ્રેસિંગ ધ ન્યૂ નોર્મલ' નામ આપ્યું છે. રિપોર્ટમાં ટોપ-10 ની યાદીમાં કોહલી એકમાત્ર ખેલાડી છે. બાકીના 9 સેલેબ્સ ફિલ્મ જગત સાથે સંકળાયેલા છે. તેમાં 2 મહિલા અભિનેત્રીઓ પણ સામેલ છે. આ રિપોર્ટ મુજબ, બ્રાન્ડ વેલ્યૂને સેલેબ્સની પ્રોડક્ટ ઇંડોર્સમેંટ પોર્ટફોલિયો અને સંબંધિત સોશિયલ મીડિયા પ્રેજેંસના આધારે તૈયાર કરવામાં આવ્યો છે.
સૌથી વધુ વેલ્યૂડ સેલિબ્રિટી 2020
સેલિબ્રિટી બ્રાન્ડ વેલ્યૂ યુએસ ડોલરમાં (રૂપિયામાં)
- વિરાટ કોહલી – 237.7 મિલિયન (અંદાજે 1733 કરોડ રૂપિયા)
- અક્ષય કુમાર – 118.9 મિલિયન (અંદાજે 867 કરોડ રૂપિયા)
- રણવીરસિંહ – 102.9 મિલિયન (અંદાજે 750 કરોડ રૂપિયા)
- શાહરૂખ ખાન – 51.1 મિલિયન (અંદાજે 372 કરોડ રૂપિયા)
- દિપીકા પાદુકોણ – 50.4 મિલિયન (અંદાજે 367 કરોડ રૂપિયા)
- આલિયા ભટ્ટ – 48 મિલિયન (અંદાજે 349 કરોડ રૂપિયા)
- આયુષ્યમાન ખુરાના – 48 મિલિયન (અંદાજે 349 કરોડ રૂપિયા)
- સલમાન ખાન – 45 મિલિયન (અંદાજે 328 કરોડ રૂપિયા)
- અમિતાભ બચ્ચન – 44.2 મિલિયન (અંદાજે 322 કરોડ રૂપિયા)
- ઋતિક રોશન – 39.4 મિલિયન (અંદાજે 287 કરોડ રૂપિયા)
