Site icon

‘મિસ્ટર ઈન્ડિયા’ ફિલ્મ માં ‘મોગેમ્બો’ માટે અમરીશ પુરી નહીં પરંતુ આ અભિનેતા હતા નિર્માતા ની પહેલી પસંદ ; જાણો તે કલાકાર વિશે

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 9 ડિસેમ્બર 2021

Join Our WhatsApp Community

ગુરુવાર

 

ફિલ્મ નિર્માતા શેખર કપૂર તેમની શ્રેષ્ઠ ફિલ્મોગ્રાફી માટે જાણીતા છે. શેખર કપૂરે પોતાના કરિયરમાં આવી ઘણી ફિલ્મો બનાવી છે, જેણે બોક્સ ઓફિસ પર ઘણી કમાણી કરી હતી. પરંતુ આજે પણ તેમની સૌથી લોકપ્રિય ફિલ્મ 'મિસ્ટર ઈન્ડિયા' છે. અનિલ કપૂર અને શ્રીદેવી અભિનીત આ કાલ્પનિક ફિલ્મ બોક્સ ઓફિસ પર બ્લોકબસ્ટર સાબિત થઈ. જોકે આ ફિલ્મનું પાત્ર 'મોગેમ્બો' સૌથી ફેમસ થયું હતું. આ પાત્ર અભિનેતા અમરીશ પુરીએ ભજવ્યું હતું.મોગેમ્બોનું આ પાત્ર આજે પણ સિનેમાપ્રેમીઓના મનમાં છે. પરંતુ શું તમે જાણો છો કે 'મિસ્ટર ઈન્ડિયા', 'મોગેમ્બો'નું આ પ્રખ્યાત પાત્ર અભિનેતા અમરીશ પુરી નહીં પરંતુ અનુપમ ખેર ભજવવાના હતા?

વાસ્તવમાં મીડિયા ને  આપેલા એક  ઈન્ટરવ્યુમાં અનુપમ ખેરે પોતે 1987ની આ ફિલ્મ વિશે આ મોટો ખુલાસો કર્યો હતો. અમરીશ પુરીના જન્મદિવસના અવસર પર અનુપમ ખેરે કહ્યું હતું કે, "મિસ્ટર ઈન્ડિયામાં અમરીશ પુરી પહેલા મને 'મોગેમ્બો'નો રોલ ઑફર કરવામાં આવ્યો હતો. જોકે, એકાદ-બે મહિના પછી મને ફિલ્મમાંથી બહાર કરી દેવામાં આવ્યો. જો કે, જ્યારે તમને કોઈ ફિલ્મમાંથી બહાર કરવામાં આવે છે, ત્યારે તમને સામાન્ય રીતે ખૂબ જ ખરાબ લાગે છે.અનુપમ ખેરે આગળ કહ્યું, "પણ જ્યારે મેં મિસ્ટર ઈન્ડિયા જોયું અને ફિલ્મમાં અમરીશ જીનું કામ જોયું તો મને લાગ્યું કે ફિલ્મના નિર્માતાઓએ યોગ્ય નિર્ણય લીધો છે."

રાજસ્થાનમાં વિકી કૌશલ-કેટરિના કૈફના લગ્ન વિરુદ્ધ સ્થાનિક વકીલે નોંધાવી ફરિયાદ, જાણો શું છે સમગ્ર મામલો

મિસ્ટર ઈન્ડિયાનું બજેટ રિલીઝ સમયે 38 મિલિયન હતું, પરંતુ ફિલ્મે 100 મિલિયનની કમાણી કરી હતી. આ ફિલ્મ વર્ષની બીજી સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની હતી. આ ફિલ્મ સુપરહિટ થયા પછી બીજી ભાષાઓમાં ઘણી રિમેક બની. તમિલમાં ‘એન રથિન રથમે’ (1989) અને કન્નડમાં ‘જય કર્ણાટક’ જેવી ફિલ્મો પાછળથી રિલીઝ થઈ.આ ફિલ્મ સલીમ-જાવેદે લખી હતી. મિસ્ટર ઈન્ડિયા શેખર કપૂરના જીવનની સૌથી લોકપ્રિય ફિલ્મ બની હતી. આ સિવાય શેખર કપૂર’ માસૂમ’,’ બેન્ડિટ ક્વીન’, ‘એલિઝાબેથ’, ‘એલિઝાબેથઃ ધ ગોલ્ડન એજ’, ‘ન્યૂયોર્ક’ જેવી ફિલ્મો માટે પણ જાણીતા છે.

Aryan Khan: જાણો કેમ કેમેરા સામે હસતો નથી આર્યન ખાન? રાઘવ જુયાલે કર્યો શાહરુખ ખાન ના દીકરા ને લઈને ખુલાસો
Anupama spoiler : ‘અનુપમા’માં ગણપતિ વિસર્જનના એપિસોડમાં થશે ધમાકો, તોષૂ, ગૌતમ અને રાહીનો થશે હિસાબ
Nafisa Ali: અભિનેત્રી નફીસા અલીને ફરીથી થયું કેન્સર, સ્ટેજ 4 કેન્સર માટે શરૂ થશે કીમોથેરાપી
Jolly LLB 3: અક્ષય કુમારની ‘જોલી એલએલબી 3’ પર ચાલી સેન્સર બોર્ડની કાતર, ફિલ્મ માં થયા આટલા મોટા ફેરફાર
Exit mobile version