Site icon

Pakistani artist: ભારત માં ફરી કામ કરી શકશે પાકિસ્તાની સ્ટાર્સ, આ કારણે બોમ્બે હાઈકોર્ટે પ્રતિબંધ ની અરજી ફગાવી દીધી

Pakistani artist: ફિલ્મી દુનિયાના ચાહકો માટે એક મોટા સમાચાર આવી રહ્યા છે. હવે આતીફ અસલમ, ફવાદ ખાન અને માહિરા ખાન જેવા પાકિસ્તાની સ્ટાર્સ ભારતીય ફિલ્મ ઉદ્યોગમાં કામ કરી શકશે.બોમ્બે હાઈકોર્ટે તેમના પર પ્રતિબંધ મૂકવાની અરજી ફગાવી દીધી હતી.

now pakistani artist work in india bombay high court reject ban plea

now pakistani artist work in india bombay high court reject ban plea

News Continuous Bureau | Mumbai 

Pakistani artist: બોલિવૂડ ઇન્ડસ્ટ્રી માં ઘણા પાકિસ્તાની સ્ટાર્સ  એ કામ કર્યું છે. ભારત માં આ સ્ટાર્સ ને પણ લોકો એ અપનાવ્યા હતા. આ સ્ટાર્સ માં માહિરા ખાન, ફવાદ ખાન, આતીફ અસલમ અને અલી ઝફર સહિત ઘણા નામ સામેલ છે. વર્ષ 2016 થી પડોશી દેશના સ્ટાર્સ પર ભારતમાં કામ કરવા અંગે પ્રતિબંધ હતો, પરંતુ તાજેતરમાં બોમ્બે હાઈકોર્ટે પાકિસ્તાની કલાકારો સાથે કામ કરતા ભારતીયો, કંપનીઓ અને જૂથો પર પ્રતિબંધની માંગ કરતી અરજીને ફગાવી દીધી હતી.

Join Our WhatsApp Community

 

પાકિસ્તાની સ્ટાર્સ કરી શકશે ભારત માં કામ 

વાત એમ હતી કે,વર્ષ 2016માં જમ્મુ-કાશ્મીરમાં ઉરી હુમલા બાદ પાકિસ્તાની કલાકારો પર ભારતમાં પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો હતો.તાજેતરમાં બોમ્બે હાઈકોર્ટમાં પાકિસ્તાની કલાકારો પર પ્રતિબંધ મૂકવાની માંગ કરતી સિનેવર્કર દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી પર સુનાવણી હાથ ધરવામાં આવી હતી. અરજીકર્તાએ પોતાની અરજીમાં ભારતીય સ્ટાર્સને પાકિસ્તાની કલાકારો સાથે કામ ન કરવાની અપીલ કરી હતી. ત્યારબાદ આ મામલે બોમ્બે હાઈકોર્ટે અરજીને ફગાવી દીધી હતી. અરજદાર, જે સિને કાર્યકર છે, તેણે માહિતી અને પ્રસારણ મંત્રાલય, વિદેશ મંત્રાલય અને ગૃહ મંત્રાલયનો સંપર્ક કર્યો હતો જેથી તેઓ પાકિસ્તાની કલાકારોને વિઝા આપતા અટકાવે.

આ સમાચાર પણ વાંચો : shahrukh khan and suhana khan: પિતા શાહરુખ ખાન સાથે મોટા પડદા પર ડેબ્યુ કરશે સુહાના ખાન, આ દિવસે થશે ફિલ્મનું શૂટિંગ શરૂ

બોમ્બે હાઇકોર્ટ માં અરજી ફગાવી 

બોમ્બે હાઈકોર્ટમાં આ અરજી પર સુનાવણી કરતા જસ્ટિસ એ અરજી ને ફગાવી દેતા કહ્યું હતું કે ‘અરજી યોગ્યતા વગરની હતી અને અવલોકન કર્યું હતું કે ભારત સરકારે આંતરરાષ્ટ્રીય શાંતિ અને સુરક્ષાને પ્રોત્સાહન આપવા માટે કોઈ પગલાં લીધા નથી. એક સકારાત્મક પગલું લેવામાં આવ્યું છે. લાઈવ લોએ કોર્ટને ટાંકીને કહ્યું હતું કે જો આવી અરજી કાયદા દ્વારા માનવામાં આવે છે, તો તે સરકાર દ્વારા લેવામાં આવેલા નવા સકારાત્મક પગલાને નબળી પાડશે અને એવી પ્રવૃત્તિઓ જે શાંતિને પ્રોત્સાહન આપે છે, રાષ્ટ્રીય સીમાઓને પાર કરે છે અને રાષ્ટ્રોની અંદર અને વચ્ચે એકતા અને સુમેળમાં ફાળો આપે છે.” બોમ્બે હાઈકોર્ટે ભારતમાં પાકિસ્તાની કલાકારો પર પ્રતિબંધ મૂકવાનો સ્પષ્ટ ઇનકાર કર્યો હતો. હવે કોર્ટના નિર્ણયથી એવું કહી શકાય કે પાકિસ્તાની કલાકારો હવે ભારતમાં કામ કરી શકશે.

Karan Johar-Janhvi Kapoor in Two Much: ‘ટૂ મચ’ શોમાં કરણ જોહર ના એક ખુલાસા થી ડાંગ રહી ગઈ જાહ્નવી કપૂર, બંને એ વિતાવી કાજોલ-ટ્વિંકલ સાથે મસ્તીભરી પળ
Deepika Padukone: દીપિકા અને રણવીર એ તેમની દીકરી દુઆનો પ્રથમ લુક શેર કર્યો, તો બહેન અનિષાએ જાહેર કર્યું ભત્રીજી નું ક્યૂટ નિકનેમ
Thamma OTT: થિયેટર બાદ હવે આ પ્લેટફોર્મ પર રિલીઝ થશે થામા, આયુષ્માન અને રશ્મિકા ની ફિલ્મ ની ઓટીટી રિલીઝ ને લાને આવ્યું અપડેટ
Bill Gates In Kyunki Saas Bhi Kabhi Bahu Thi 2: ‘ક્યુંકી સાસ ભી કભી બહુ થી 2’માં જોવા મળશે બિલ ગેટ્સ? સિરિયલ ના નવા પ્રોમો માં મળ્યો સંકેત
Exit mobile version